Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આજે ત્રીજો દિવસ, રામલલ્લાની મૂર્તિ આજે ગર્ભગૃહમાં થશે સ્થાપિત
Ram Mandir Inauguration: આજે 18 જાન્યુઆરી ગુરુવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો ત્રીજો દિવસ છે. રામલલાના પ્રાણ-પ્રતિષ્ઠા યોગ માટેનો શુભ સમય પોષ શુક્લ કુર્મ દ્વાદશી, વિક્રમ સંવત 2080 એટલે કે સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહ્યો છે. જેના માટે 16મી જાન્યુઆરીથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે માહિતી આપી છે કે આજે 18 જાન્યુઆરીએ તીર્થ પૂજા, જલયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસની વિધિઓ કરવામાં આવશે. રામલલાની મૂર્તિ ક્રેનની મદદથી રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. રામલલાની મૂર્તિની આજે ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, રામલલાની મૂર્તિ બુધવારે રાત્રે રામ મંદિર પરિસરમાં પહોંચી હતી. આજે આ મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. રામલલાના અભિષેક પહેલા રામલલાની મૂર્તિની બેઠક પણ તૈયાર કરવામાં આવી છે. રામલલાની બેઠક 3.4 ફૂટ ઊંચી છે, જે મકરાણા પથ્થરથી બનેલી છે.
18 જાન્યુઆરીએ શું-શું થશે?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે બપોરે 1:20 વાગ્યે સંકલ્પ યોજાશે. ત્યારબાદ ગણેશામ્બિકાપૂજન, વરુણપૂજન, ચતુર્વેદોક્ત પુણ્યવાચન, માતૃકાપૂજન, વસોર્ધરાપૂજન (સપ્ત ઘૃત માતૃકા પૂજન), આયુષ્ય મંત્ર જાપ, નંદીશ્રાદ્ધ, આચાર્યાદિચ ઋત્વિગ્વરણ, મધુપર્કપૂજન, મંડપપ્રવેશ, પૃથ્વી-કુર્મ- અનંત-વરાહ-યજ્ઞભૂમિ-પૂજન, દિગ્રરક્ષણ, પશ્ચગવ્ય-પ્રોક્ષણ, મંડપાડ્ગ વાસ્તુપૂજન, વાસ્તુ બલિદાન, મંડપ સૂત્રવેષ્ટન, દૂગ્ધ ધારા, જલધારાકરણ, ષોડષસ્તંભ પૂજા વગેરે મંડપપૂજા (તોરણ, દ્વાર, ધ્વજ, શસ્ત્રો, પતાકા, દિક્પાલ, દ્વારપાલાદિપૂજા), મૂર્તિનો જલાધિવાસ, ગંધાદિવાસ, સંધ્યા પૂજા અને આરતી થશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં કયા દિવસે શું થવાનું છે?
16 જાન્યુઆરીએ પ્રથમ દિવસે પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા થઈ.
17 જાન્યુઆરીએ બીજા દિવસે મૂર્તિના પરિસરમાં પ્રવેશનો કાર્યક્રમ પૂર્ણ થયો.
18 જાન્યુઆરી (સાંજે): તીર્થ પૂજન, જળયાત્રા, જલાધિવાસ અને ગંધાધિવાસ
19 જાન્યુઆરી (સવારે): ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ધૃતાધિવાસ
19 જાન્યુઆરી (સાંજે): ધાન્યાધિવાસ
20 જાન્યુઆરી (સવાર): શર્કરાધિવાસ, ફલાધિવાસ
20 જાન્યુઆરી (સાંજે): પુષ્પાધિવાસ
21 જાન્યુઆરી (સવાર): મધ્યાધિવાસ
21 જાન્યુઆરી (સાંજ): શય્યાધિવાસ












Click it and Unblock the Notifications
