Ram Mandir : નિમંત્રણ મળવા છત્તા પણ આટલા લોકો અયોધ્યા ન પહોંચ્યા, જુઓ પુરૂ લિસ્ટ
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન થઈ ગયુ છે. ઉદ્ધાટન સમારોહમાં ઘણા મોટા નેતાઓ અને વીઆઈપીને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આમાંથી ઘણા લોકો અયોધ્યા નથી પહોંચ્યા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈને લગભગ 7 હજાર લોકોને આમંત્રણ મોકલ્યા હતા.

ઘણા રાજનેતાઓ અને અન્ય સેલિબ્રિટીઓ આમંત્રણ હોવા છતાં કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. આમાં પહેલું નામ લાલકૃષ્ણ અડવાણીનું છે. તેમને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અતિશય ઠંડીના કારણે તેઓ કાર્યક્રમમાં નથી આવ્યા.
આ સિવાય કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ પણ રામ મંદિરના આ કાર્યક્રમમાં સામેલ નથી થયા. આ યાદીમાં અન્ય ઘણી હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં એક નામ અક્ષય કુમારનું પણ છે. વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ આજે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી નથી આપી.
અહેવાલો અનુસાર, બંને નેતાઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું પરંતુ ખરાબ હવામાન અને તબિયતના કારણે બંને નેતાઓ કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યા.
આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા. એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતું કે તેઓ તેમના કેબિનેટની સાથે સાથે રાજ્યના ધારાસભ્યો અને લોકસભા સાંસદોનું નેતૃત્વ કરશે અને પછીથી અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે એટલા માટે તે 22 જાન્યુઆરીએ પ્રતિમા અભિષેક સમારોહમાં ભાગ નથી લઈ રહ્યાં.
અક્ષય કુમાર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી રહ્યો. અક્ષય કુમારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, અક્ષય કુમારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આયોજકોને કહ્યું હતું કે તે ફિલ્મના નિર્માતાઓને આપવામાં આવેલી પ્રતિબદ્ધતાઓને કારણે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે.
કાર્યક્રમમાં હાજર ન રહેલા સેલિબ્રિટી
મલ્લિકાર્જુન ખડગે
સોનિયા ગાંધી
મનમોહન સિંહ
મમતા બેનર્જી
અરવિંદ કેજરીવાલ
ઉદ્ધવ ઠાકરે
અખિલેશ યાદવ
માયાવતી
લાલુ પ્રસાદ યાદવ
ફારૂક અબ્દુલ્લા
નીતિશ કુમાર
શરદ પવાર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
