ભાજપ સંસદીય બોર્ડ પર જેઠમલાણીએ કર્યો કેસ, કરોડાના વળતરની માંગણી
નવી દિલ્હી, 21 ઓક્ટોબર: ભાજપમાંથી કાઢી મૂકવામાં આવેલા વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ ભાજપ સંસદીય બોર્ડના નિર્ણય વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. પોતાની યાચિકામાં રામ જેઠમલાણીએ માંગણી કરી છે કે તેમની હકાલપટ્ટીના નિર્ણયને તાત્કાલિક રદ કરવો જોઇએ. રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદી અને વાજપાઇ ઉપરાંત સંસદીય બોર્ડના બધા સભ્યો પાસે 50-50 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી.
રામ જેઠમલાણીએ કહ્યું હતું કે તેમની હકાલપટ્ટી અસંવૈધાનિક છે અને આ તેમને બદનામ કરવા માટે કરવામાં આવી છે. રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી અનુશાસનહીનતાના મુદ્દે મે 2013માં ભાજપ સરકારમાં કાઢી મુકવામાં આવ્યા હતા. રામ જેઠમલાણી નરેન્દ્ર મોદીના અંગત માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે ભાજપ દ્રારા રાજ્યસભાની સીટ તેમને નરેન્દ્ર મોદીના કહેવા પર મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં રામ જેઠમલાણી બોર્ડના 9 સભ્યોનો પ્રતિવાદી બનાવતાં દરેક પાસે 50 લાખના વળતરની માંગણી કરી છે. એટલે કે ભાજપે આ મુજબ 4.5 કરોડ રૂપિયાનું વળતર આપવું પડી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
