અધૂરું કામ રાજનાથ સિંહ પૂર્ણ કરશેઃ ગડકરી

ભાજપના નવા કાર્યાલય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અમે એક નિર્ધાર કર્યો હતો કે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા દાનમાંથી પાર્ટી માટે કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક ભવ્ય ભવનની રચના કરવામા આવશે, જેનું કામ રાજનાથ સિંહના નેતૃત્વ હેઠળ પૂર્ણ થશે તેવી મને આશા છે.
ગુજરાત, મધ્યપ્રદેશમાં ભાજપે કામ સારું કર્યુ
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ ઉપસ્થિત કાર્યકર્તાઓને જણાવ્યું હતું, કે આજે દેશ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન છે, ત્યારે કેન્દ્રમાં સત્તા પરિવર્તન લાવીને દેશની દીશા બદલવાની જરૂર છે. ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સારો વિકાસ કર્યો છે, પાર્ટી માટે પછાત વર્ગના મતદારોનું સમર્થન નહીં હોવાના કારણે ઘણું નુક્સાન જઇ રહ્યું હતું, પરંતુ ઉક્ત ત્રણેય રાજ્યોએ અત્યોંદય જેવી લાભકારી યોજના થકી પછાત વર્ગના લોકોને મદદરૂપ થઇ તેમનો વિશ્વાસ જીત્યો છે અને તેના કારણે આપણી પાર્ટી ઉક્ત રાજ્યોમાં એ લોકોનો વિશ્વાસ જીતવામાં અને સમર્થન મેળવવામાં સફળ નિવડી છે. જો કે, હજું પણ આપણે ઘણું કામ કરવાનું છે.
મોંઘવારી અંગે બોલતા તેમણે કહ્યું કે, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે આજે દેશ મોંઘવારીગ્રસ્ત છે, આપણી પાર્ટીએ અનેક વિરોધ આંદોલન કર્યા, તેમ છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. જેને લઇને અમે બાયોક્ષેત્રમાં સારુ કામ કર્યું છે. તમામ ક્ષેત્રમાં વિરોધ પક્ષ તરીકે દેશ જોગ સારૂં કરવાનો અમે દરેક લેવલે પ્રયાસ કર્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
