પહેલું રાફેલ એરક્રાફ્ટ રિસીવ કરવા ફ્રાંસના મેરિગ્નૈક પહોંચ્યા રાજનાથ સિંહ
પહેલું રાફેલ એરક્રાફ્ટ રિસીવ કરવા ફ્રાંસના મેરિગ્નૈક પહોંચ્યા રાજનાથ સિંહ
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે ફ્રાન્સમાં પહેલું રાફેલ લડાકૂ વિમાનને રિલીવ કરશે. ત્રણ દિવસના પ્રવાસ પર ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહ મંગળવારે પેરિસથી મેરિગ્નૈક પહોંચ્યા છે. ફ્રાન્સની સેનાના સ્પેશિયલ વિમાનથી મેરિગ્નૈક પહોંચેલ રાજનાથ સિંહને અહીં એક સત્તાવાર કાર્યક્રમમાં ફ્રાંસ ભારતને પહેલું વિમાન સોંપશે. રાજનાથ સિંહની સાથે ભારતીય વાયુસેના પ્રમુખ, ચીફ એરમાર્શલ આરકેએસ ભદોરિયા પણ ફ્રાન્સમાં હાજર છે. બંને દેશો વચ્ચે 36 ફાઈટર જેટ્સને લઈ ડીલ થઈ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે અગાઉ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમૈનુએલ મેક્રો સાથે અડધો કલાક સુધી વાતચીત કરી. રાજનાથ સિંહ ત્રણ દિવસના પ્રવાસ પર ફ્રાન્સમાં છે. પ્રવાસ પહેલા સોમવારે રાજનાથ સિંહે ટ્વીટ કરી કહ્યું, કે ફ્રાંસ સાથે સંબંધ મજબૂત કરવા માટે ભારત ઉત્સુક છે. હાલના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વિપક્ષીય સંબંધોમાં મજબૂતાઈ આવી છે.
ભારત અને ફ્રાંસની સરકાર વચ્ચે 36 રાફેલ લડાકૂ વિમાનની ડીલ થઈ છે. આ ડીલ 7.8 કરોડ યૂરોની છે. આ ડીલની શરૂઆત યૂપીએની સરકારના સમયે થઈ હતી. કોંગ્રેસનો એ પણ આરોપ છે રહ્યો કે નરન્દ્ર મોદીએ પોતાના પદનો ખોટો ઉપયોગ કરતા આ ડીલમાં મોટો ગોટાળો કર્યો. 2019ની લોકસભા ચૂંટણીમાં આ મામલો સામે આવ્યો હતો અને વિપક્ષે આ મુદ્દાને ભારે ઉઠાવ્યો હતો.












Click it and Unblock the Notifications
