પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના બધા 6 હત્યારાઓને સુપ્રીમ કોર્ટે કર્યા મુક્ત
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યાકાંડમાં મોતની સજા ભોગવી રહેલ નલિની સહિત બધા 6 આરોપીઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના હત્યાકાંડમાં મોતની સજા ભોગવી રહેલ નલિની સહિત બધા 6 આરોપીઓને મુક્ત કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે રાજ્યપાલે પગલુ ન લીધુ તો અમે લઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે દોષી પેરાલીવલનની મુક્તિનો આદેશ બાકીના દોષિતો પર લાગુ થશે. દોષિતો નલિની અને આરપી રવિચંદ્રનની સમય પહેલા મુક્તિની માંગ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. જેમની મુક્તિનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસનો સમાવેશ થાય છે.

સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને રાજીવ ગાંધી હત્યાના દોષિતોની સમય પહેલા મુક્તિનુ સમર્થન કર્યુ હતુ. નલિની શ્રીહર અને આરપી રવિચંદ્રને મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે 17 જૂને દોષિતોની અરજીઓ ફગાવી દીધી હતી. બંને દોષિતોએ તેમની અરજીમાં એજી પેરારીવલનની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને તેમની મુક્તિની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે નિર્ણયમાં જેલના આચરણને પણ ધ્યાનમાં લેવામાં આવ્યુ છે. હકીકત એ છે કે તેમણે જેલમાં 30 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે પરંતુ રાજ્યપાલે ચાર વર્ષ સુધી પગલાં લીધા નથી. જેથી સુપ્રીમ કોર્ટે તમામને મુક્ત કરી દીધા. તમને જણાવી દઈએ કે આ તમામ જેલમાં સારી વર્તણૂક ધરાવતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ સાથે જ તમામે જેલવાસ દરમિયાન ઘણી ડિગ્રીઓ પણ હાંસલ કરી હતી. અદાલતે એજી પેરીરિવલનને મુક્ત કરવાના પોતાના 18 મે, 2022ના ચુકાદાને બાકી આજીવન દોષિતો પર લાગુ કર્યો. પેરારિવલન માટે નિર્ધારિત માનદંડ બાકી દોષિતો મામલે પણ બનાવવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
