રિટાયરમેન્ટ બાદ ઘરે જવા માટે આ શિક્ષકે હેલિકોપ્ટર બૂક કરાવ્યું, ખર્ચ્યા 3.7 લાખ રૂપિયા
રિટાયરમેન્ટ બાદ ઘરે જવા માટે આ શિક્ષકે હેલિકોપ્ટર બૂક કરાવ્યું, ખર્ચ્યા 3.7 લાખ રૂપિયા
અલવરઃ જિંદગીના અમુક દિવસોને યાદગાર બનાવવા માટે લોકો કોઈ કસર નથી છોડવા માંગતા. વાત પછી લગ્નની હોય કે રિટાયરમેન્ટની કે ન્ય કોઈ ખાસ દિવસની. આ દિવસોને ક્યારેય ન ભૂલી શકીએ તેવો બનાવવાનું સપનું બધા જોતા હોય છે. કંઈક આવું જ કરવા જઈ રહ્યા છે રાજસ્થાનના એક શિક્ષક. જેના માટે તેમણે 3.70 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે.

હેલિકોપ્ટર બૂક કર્યું
જણાવી દઈએ કે શિક્ષક પોતાના રિટાયરમેન્ટ બાદ સ્કૂલેથી પોતાના ઘર સુધી હેલિકોપ્ટરમાં સવાર થઈને જશે. આના માટે તેમણે હેલિકોપ્ટર બુક કરાવ્યું છે રાજસ્થાનના અલવર જિલ્લાના લક્ષ્મણ ગઢના ગામ મલાવલી નિવાસી શિક્ષક રમેશ ચંદ મીણા રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય સૌરાઈમાં સામાજીક વિજ્ઞાનના વરિષ્ઠ અધ્યાપકના પદ પર તહેનાત છે. 31 ઓગસ્ટ 2019ના રોજ રમેશ ચંદ મીણા સરકારી નોકરીથી રિટાયર થઈ રહ્યા છે.

રાજસ્થાનનો પહેલો મામલો
સૌરાઈના રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયથી શિક્ષક રમેશ ચંદ મીણાનું ઘર 22 કિમી દૂર છે. 3.70 લાખ રૂપિયામાં મીણાએ હેલિકોપ્ટર બુક કરાવ્યું છે. શનિવારે બપોરે રિટાયર થયા બાદ હેલિકોપ્ટરમાં સવાર થઈ તેઓ પોતાના ઘરે જશે. રાજસ્થાનમાં આ પહેલો મામલો હશે જ્યારે કોઈ અધ્યાપક રિટાયરમેન્ટ બાદ હેલિકોપ્ટરથી ઘરે જશે.

પત્નીને પણ હેલિકોપ્ટરમાં બેસાડશે
શિક્ષક રમેશ ચંદી મીણાએ ખાનગી કંપનીથી હેલિકોપ્ટર બુક કરાવવાની સાથે જ જિલ્લા કલેક્ટ્રેટ, શિક્ષણ વિભાગ સહિત તમામ જરૂરી વિભાગો પાસેથી આ સંબંધિત અનુમતિ પણ લઈ લીધી છે. સાથે જ શિક્ષણ મીણાનું સપનું છે કે તેઓ સ્કૂલથી હેલિકોપ્ટરમાં પોતાની પત્નીની સાથે સવાર થઈ ઘરે જાય. તેમના રિટાયરમેન્ટના અવસર પર પત્ની પહેલીવાર હેલિકોપ્ટરમાં બેસશે.

બે દીકરા પણ સરકારી નોકરીમાં
શિક્ષક રમેશ ચંદ મીણાનો પરિવાર સુખ સમૃદ્ધિવાળો છે. તેમનો એક દીકરો શિક્ષક અને બીજો દીકરો એફસીઆઈમાં ક્વૉલિટી ઈન્સપેક્ટર પદ પર કાર્યરત છે. જણાવી દઈએ કે શનિવારે બપોરે એક વાગ્યે ગામ સૌરાઈની સરકારી સ્કૂલમાં દિલ્હીથી હેલિકોપ્ટર આવશે, જેમાં શિક્ષક અને તેની પત્ની સવાર થઈ પોતાના ગામ મલાવલી માટે ઉડાણ ભરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
