સરકારી વકીલનો દાવો: બાળપ્રેમી છે આસારામ, જામીન અરજી નકારી કાઢી
જોધપુર, 1 ઓક્ટોબર: કિશોરી સાથે યૌન શોષણના કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને હાઇકોર્ટમાં પણ રાહત મળી નથી. રાજસ્થાન હાઇકોર્ટે આજે (મંગળવારે) તેમની જામીન અરજીને નકારી કાઢી હતી. અત્યારે આસારામને જેલમાં જ રહેવું પડશે. આસારામ માટે જામીન અરજીની ભલામણ દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણી કરી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે આસારામ બાળકો સાથે યૌન શોષણ કરતા હતા. સાથે કહ્યું હતું કે આસારામ પિડોફાઇલ છે.
ગત સુનાવણી પર આસારામ તરફથી વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ આસારામ નિર્દોષ હોવાના મુદ્દે કેટલાક વધુ સાક્ષી અને શપથ પત્ર રજૂ કરવા માટે એક ઓક્ટોબરનો સમયનો સમય આપવાનો આગ્રહ કર્યો હતો.

તો બીજી તરફ સોમવારે એક સ્થાનિક કોર્ટે આસારામ અને તેમના રાજદાર શિવાની ન્યાયિક કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારી દિધી હતી. જિલ્લા તથા સત્ર ન્યાયાધીશે અન્ય મુખ્ય આરોપી શિલ્પીની પોલીસ કસ્ટડી વધુ ત્રણ દિવસ વધારી દિધી છે. આ ત્રણેય આરોપીઓને જિલ્લા તથા સત્ર ન્યાયાધીશ સમક્ષ રજૂ કર્યા હતા. આ દરમિયાન આસારામના સમર્થક નારેબાજી કરી રહ્યાં હતા અને ધરપકડનો વિરોધ કરી રહ્યાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આસારામના સમર્થક મીડિયાકર્મીઓ સાથે બાખડી પડ્યા હતા.
આ કેસમાં આસારામને એક સપ્ટેમ્બરના રોજ અને તેના થોડા દિવસો બાદ તેમના સહયોગી શિવાની ધરપકડ કરવામાં આવી હતી. શિલ્પીએ ગત અઠવાડિયે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. શિલ્પી પર 16 વર્ષની છોકરીને મનાઇ આશ્રમમાં મોકલવાની વ્યવસ્થા કરવાનો આરોપ છે જ્યાં આસારામે ઓગષ્ટમાં તેનું શારિરીક શોષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસમાં આસારામના વિરૂદ્ધ એક 16 વર્ષની કિશોર છોકરીએ ફરિયાદ દાખલ કરાવી કે જોધપુર આશ્રમમાં તાજેતરમાં જ આસારામે તેનું યૌન શોષણ કર્યું છે. જો કે આસારામ આ આરોપોથી સ્પષ્ટ મનાઇ કરી ચૂક્યાં છે અને તેમને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
