સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી કરવી પડશે અરજી, કાલે સુનાવણી
કોંગ્રેસના સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને જારી નોટિસ સામે તેમણે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો જેના પર આજે સુનાવણી થઈ.
રાજસ્થાન સરકાર અને સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીનુ રાજકીય સંકટ અટકવાનુ નામ લેતુ દેખાઈ રહ્યુ નથી. કોંગ્રેસના સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો દ્વારા વિદ્રોહી વલણ અપનાવવા અને મુખ્યમંત્રી અશોક ગહેલોતની બેઠકમાં શામેલ ન હોવા માટે 18 ધારાસભ્યોને નોટિસ જારી કરવામાં આવી હતી જેની સામે હવે તેમણે રાજસ્થાન હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કેસમાં સચિન પાયલટ તરફથી વકીલ હરીશ સાલ્વે હાજર થયા. હરીશે વિધાનસભા સ્પીકર તરફથી ધારાસભ્યોને જારી નોટિસને ગેરબંધારણીય ગણાવીને તેને ફગાવી દેવાની માંગ કરી.

માહિતી મુજબ જસ્ટીસ સતીશચંદ્ર શર્માની બેેંચમાં ગુરુવારે કેસની સુનાવણી થઈ. સચિન પાયલટ જૂથ તરફથી દાખલ આ અરજી પર ઑનલાઈન સુનાવણી કરવામાં આવી હતી. લેટેસ્ટ માહિતી મુજબ સચિન પાયલટ જૂથના ધારાસભ્યોએ ફરીથી અરજી દાખલ કરવી પડશે ત્યારબાદ સુનાવણી કાલ સુધી ટાળી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં વિદ્રોહી ધારાસભ્ય પૃથ્વીરાજ મીણાની 61 પેજની અરજી સુનાવણી માટે લિસ્ટેડ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સચિન પાયલટ અને અન્ય વિદ્રોહી ધારાસભ્ય અરજીકર્તા પોતાની અરજીમાં અમુક ફેરફાર કરવા માંગે છે. આ ઉપરાંત તે કેસને ડબલ બેંચ સામે રાખવા ઈચ્છે છે. પાયલટ જૂથની સાથે સાથે રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષ અને રાજ્ય સરકાર તરફથી દાખલ કેવિયેટ પર પણ સુનાવણી કરી. સ્પીકર તરફથી કોર્ટમાં કોંગ્રેસ નેતા અને સીનિયર વકીલ કપિલ સિબ્બલ અને સીએમ અશોક ગહેલોત તરફથી અભિષેક મનુ સંઘવી બેંચ સમક્ષ હાજર થયા હતા.
તમને જણાવી દઈએ કે કોગ્રેસ દ્વારા સચિન પાયલટને કેબિનેટથી બહાર ગયા બાદ પણ પાર્ટીને વાપસીની આશા છે. કોંગ્રેસે બુધવારે કહ્યુ હતુ કે સચિન પાયલટ માટે હજુ પણ પાર્ટીના દરવાજા ખુલ્લા છે, જો તે ભાજપમાં શામેલ ન થવા ઈચ્છતા હોય તો સામે આવે અને પોતાની વાત ખુલીને રાખે. પાર્ટી તરફથી જારી નિવદનોમાં સ્પષ્ટ રીતે પાયલટ માટે નરમ વલણ દેખાઈ રહ્યુ છે.
Abhishek Manu Singhvi to represent Rajasthan Assembly Speaker at the High Court. The matter will be heard at 3 pm today. https://t.co/6qqAJ3kgtk
— ANI (@ANI) July 16, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
