Ajmer Vande Bharat Express : રાજસ્થાનને મળી પહેલી વંદેભારત એક્સપ્રેસ, PM મોદી આપી લીલી ઝંડી
Ajmer Vande Bharat Express : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બુધવારના રોજ ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફન્સ દ્વારા અજમેર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસને જયપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી.
આ પ્રસંગે રેલ મંત્રી અશ્વની વૈષ્ણવે જયપુર રેલવે સ્ટેશન પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના ઉપનેતા સતીશ પુનિયા, સાંસદ રામચરણ બોહરા અને દિયા કુમારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન વિશેષ ટ્રેન જયપુરથી દિલ્હી કેન્ટ સુધી ચલાવવામાં આવી હતી. વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા 13 એપ્રિલથી શરૂ થશે અને અજમેર અને દિલ્હી કેન્ટ વચ્ચે જયપુર, અલવર અને ગુડગાંવમાં સ્ટોપેજ સાથે કાર્ય કરશે. વંદે ભારત એક્સપ્રેસ અજમેરથી દિલ્હી કેન્ટ વચ્ચેનું અંતર 5 કલાક 15 મિનિટમાં કાપશે.
આ રૂટ પરની વર્તમાન સૌથી ઝડપી ટ્રેન શતાબ્દી એક્સપ્રેસ છે, જે અજમેરથી દિલ્હી કેન્ટ સુધી 6 કલાક 15 મિનિટનો પ્રવાસ સમય ધરાવે છે. નવી વંદે ભારત એક્સપ્રેસ આ રૂટ પર દોડતી હાલની સૌથી ઝડપી ટ્રેન કરતાં 60 મિનિટ ઝડપી હશે. અજમેર-દિલ્હી કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ હાઈ રાઈઝ ઓવરહેડ ઈલેક્ટ્રીક (OHE) લાઈનમાં વિશ્વની પ્રથમ સેમી-હાઈ સ્પીડ પેસેન્જર ટ્રેન હશે.
ભાડાનું ગણિત
જયપુરથી -- ચેરકાર -- એક્સિક્યુટીવ
- અલવર -- 645 -- 1175
- ગુરુગ્રામ -- 860 -- 1600
- દિલ્હી કેન્ટ -- 880 -- 1650
- અજમેરથી
- જયપુર -- 505 -- 970
- અલવર -- 875 -- 1640
- ગુરુગ્રામ -- 1075 -- 2043
- દિલ્હી કેન્ટ -- 1085 -- 2075
દિલ્હી કેન્ટથી
- અલવર -- 795 -- 1340
- જયપુર -- 1050 -- 1845
- અજમેર -- 1250 -- 2270
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બુધવારની સવારે 9.45 કલાકે વિશેષ ટ્રેન દ્વારા જયપુર જંકશન પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રેન ઉપડ્યા બાદ રેલવે મંત્રી ઝોનમાં રેલવે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બીજા દિવસે રોજગાર મેળામાં હાજરી આપશે. જે બાદ સ્પેશિયલ ટ્રેન દ્વારા દિલ્હી પરત ફરશે. એટલા માટે તેઓ વંદે ભારતની ઉદ્ઘાટન યાત્રા પર નહીં જાય.
વંદે ભારત ટ્રેન અજમેરથી સવારે 6.20 કલાકે ઉપડશે અને સવારે 7.50 કલાકે જયપુર પહોંચશે. પાંચ મિનિટના હોલ્ટ પછી, તે સવારે 9.35 કલાકે અલવર, સવારે 11.15 કલાકે ગુરુગ્રામ અને 11.35 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે.
આ ટ્રેન સાંજે 6.40 કલાકે દિલ્હી કેન્ટથી ઉપડશે અને 11 મિનિટમાં ગુરુગ્રામ પહોંચશે. બે મિનિટના સ્ટોપેજ પછી, તે 8.17 કલાકે અલવરથી નીકળીને 10.05 કલાકે જયપુર પહોંચશે. પાંચ મિનિટ રોકાયા બાદ તે રવાના થશે અને 11.55 કલાકે અજમેર પહોંચશે. તે બુધવારના રોજ ચાલશે નહીં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
