Rajasthan Election : રાજસ્થાનમાં વધુ મતદાનથી કઈ પાર્ટીને ફાયદો? શું કહે છે ટ્રેન્ડ?
રાજસ્થાન વિધાનસભામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. આ ટક્કર વચ્ચે મતદારોએ પણ દિલ ખોલીને મત આપ્યા છે. આ વખતે મતદાનમાં વધારો જોવા મળ્યો છે.
25મી નવેમ્બરે યોજાયેલી રાજસ્થાન વિધાનસભા માટે મતદાનની ટકાવારી 2018ની ચૂંટણી કરતાં વધુ નોંધાઈ છે. રાજસ્થાનની છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વધુ મતદાન બીજેપીને ફાયદો કરી શકે છે.

ચૂંટણી પંચ અનુસાર, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 74.13 ટકા મતદાન નોંધાયુ છે. આ આંકડો 2018ની મતદાન ટકાવારી કરતાં થોડો વધારે છે. આ વખતે પણ રાજ્યમાં મહિલા મતદારોએ મતદાન પ્રત્યે વધુ ઉત્સાહ દર્શાવ્યો છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018નું પરિણામ
2018ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 200 બેઠકો પર કુલ 74.06 ટકા મતદાન થયું હતું. તેમાં મહિલાઓની મતદાન ટકાવારી 74.67 ટકા અને પુરુષોના મત 73.49 ટકા કરતા વધુ હતા.
ત્યારે કોંગ્રેસ 39.30 ટકા મત સાથે 100 સીટો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી અને BJP 38.77 ટકા મત સાથે 73 સીટો સાથે સત્તામાંથી બહાર થઈ ગઈ.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 1998નું પરિણામ
1998થી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનું વિશ્લેષણ કરીએ તો તે વખતે રાજસ્થાનમાં માત્ર 63.39 ટકા મતદાન થયું હતું અને 45 ટકા વોટ શેર સાથે કોંગ્રેસ 153 બેઠકો લઈને સરકાર બનાવવામાં સફળ રહી હતી. ભાજપને માત્ર 33 બેઠકો મળી હતી અને તેનો વોટ શેર 33.2 ટકા હતો. તે વખતે રાજસ્થાનમાં 67.45 ટકા પુરુષો અને 58.88 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2003નું પરિણામ
પાંચ વર્ષ બાદ રાજસ્થાન ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધીને 67.18 ટકા થઈ. મતદાનમાં લગભગ 4 ટકાનો વધારો ભાજપની તરફેણમાં પરિણમ્યો અને તેણે 39.2 ટકા વોટ શેર સાથે 120 બેઠકો જીતી. કોંગ્રેસ 35.6 ટકા વોટ શેર સાથે માત્ર 56 બેઠકો સાથે સત્તાથી બહાર થઈ ગઈ. આ વખતે રાજ્યમાં 69.91 ટકા પુરૂષો અને 64.21 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2008નું પરિણામ
પાંચ વર્ષ બાદ રાજસ્થાનના મતદારોએ મતદાનમાં થોડી ઉદાસીનતા દર્શાવી અને તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો. 2008માં રાજસ્થાનમાં 66.25 ટકા મતદાન થયું અને કોંગ્રેસ 96 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. તેનો વોટ શેર 36.8 ટકા હતો. તો બીજેપીનો વોટ શેર 34.3 ટકા રહ્યો અને તે માત્ર 78 બેઠકો જીતીને વિપક્ષમાં આવી. આ વખતે અહીં 67.10 ટકા પુરૂષ અને 65.31 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2013નું પરિણામ
પાંચ વર્ષ પછી 2013માં રાજસ્થાનના મતદારો રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા અને 75.04 ટકા મતદાન થયું. બીજેપી બમ્પર જીત સાથે સત્તામાં આવી. આ વખતે રાજ્યમાં 74.67 ટકા પુરૂષ અને 75.44 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું.
અહીં બીજેપીએ 163 સીટો જીતી અને તેનો વોટ શેર વધીને 46 ટકા થયો. કોંગ્રેસને માત્ર 21 બેઠકોથી સંતોષ માનવો પડ્યો અને તેનો વોટ શેર 33.7 ટકા રહ્યો.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધવાના અને ઘટવાના આ વલણના આધારે જો અંદાજ લગાવવામાં આવે તો 2018ની સરખામણીમાં આ વખતે વધુ મતદાન બીજેપીની તરફેણમાં થઈ રહ્યું છે.
અન્ય ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે 3 ડિસેમ્બરે મતગણતરી થશે અને ત્યારબાદ ચિત્ર સાફ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
