Rajasthan Election : જાણો રાજસ્થાનના સૌથી નાના મતદાન કેન્દ્રની મોટી વાત, જાણો શું છે ખાસ?
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર બચાવવા મેદાને છે તો બીજેપી રાજ્યની સત્તા પર કબ્જો કરવા મેદાને પડી છે. આ સ્થિતી વચ્ચે રાજસ્થાનના સૌથી નાના મતદાન કેન્દ્રની ચર્ચા થઈ રહી છે.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 25 નવેમ્બરે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત ગામમાં એક મતદાન મથક સ્થાપિત કર્યુ છે. આ રાજસ્થાનમાં સૌથી નાનું મતદાન મથક છે.

રાજસ્થાન ચૂંટણી માટેના આ સૌથી નાના બૂથની ખાસ વાત એ છે કે તેમાં મતદારોની સંખ્યા 35 છે. જેમાં 18 મહિલા અને 17 પુરૂષ મતદારો છે. આ તમામ પણ એક જ પરિવારના છે. આ 35 મતદારોને મત આપવા 10 થી 20 કિલોમીટર દૂરના બૂથ પર જવું પડતું હતું.
અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે અહીં વાહનવ્યવહારના કોઈ સાધનો નથી. આ સ્થિતીમાં આ મતદારોએ પહેલા પગપાળા અથવા ઊંટ પર સવાર થઈને મત આપવા પહોંચતા હતા.
હવે ચૂંટણી પંચે આ બૂથને ઘર નજીક ભારતમાલા રોડ પર બાડમેર જિલ્લાના પારા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ખસેડ્યુ છે. ભારત-પાકિસ્તાન સરહદથી ચાર કિલોમીટરના અંતરે થાર રણમાં સ્થિત આ બૂથનો નંબર 201 છે. અહીંના બીએલઓ હીરાલાલ છે.
વન ઈન્ડિયા હિન્દી સાથે વાત કરતા બૂથ લેવલ ઓફિસર હીરાલાલે જણાવ્યુ કે, આ બૂથ પર ચૂંટણીમાં 100 ટકા મતદાન થયું છે. એક જ પરિવારના મતદારો છે. આ પરિવારનો એક ભાઈ થોડે દૂર રહે છે, પરંતુ મતદાન સમયે તે પણ પરિવારના અન્ય સભ્યો સાથે મતદાન કરવા આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
