Rajasthan Election 2023 : ચૂંટણી મેદાનમાં સાળી વિરૂદ્ધ જીજા અને દિયરે ભાભીની ટિકીટ કાપી
રાજનીતિમાં કહેવાય છે કે અહીં કોઈ કોઈનું નથી. હવે રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં આ વાત સાબિત થઈ રહી છે. અહીં ટિકીટો અપાયા બાદ પરિવારના લોકો જ એકબીજા સામે આવી ગયા છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં સાળી સામે જીજા અને દિયર ભાભીની ટિકિટ કાપી રહ્યા છે. કેટલીક જગ્યાએ પત્ની પતિને પડકારી રહી છે. એક જગ્યાએ દિયરે પોતાની જ ભાભીની ટિકીટ કાપી છે.

ધોલપુર વિધાનસભા બેઠક માટે ભાજપે શિવચરણ કુશવાહાને ટિકિટ આપી છે તો કોંગ્રેસે શિવચરણની ભાભી શોભરાણી કુશવાહાને મેદાનમાં ઉતાર્યા છે. જીજા-શાળી એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે બીજેપીએ ધોલપુરના ધારાસભ્ય શોભરાણી કુશવાહાની હકાલપટ્ટી કરી હતી. રાજસ્થાન ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ શોભારાણીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018માં શોભરાણી કુશવાહા બીજેપીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. શિવચરણ કુશવાહાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી હતી. હવે બંને પક્ષ બદલીને ચૂંટણી લડી રહ્યા છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસે 19 ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. આ યાદીમાં રાજેન્દ્ર ત્રિવેદીને સહદા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. અહીં સહદાના વર્તમાન ધારાસભ્ય ગાયત્રી ત્રિવેદીની ટિકિટ કપાઈ છે. ગાયત્રી અને રાજેન્દ્ર વચ્ચે દિયર-ભાભીનો સંબંધ છે. ભાભીની ટિકિટ કપાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં 25 નવેમ્બરે 200 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. કોંગ્રેસે ત્રણ યાદીમાં 95 ઉમેદવારો જાહેર કર્યા છે, જ્યારે બીજેપીએ બે યાદી જાહેર કરી છે અને 124 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મતગણતરી 3 ડિસેમ્બરે હાથ ધરાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
