Rajsthan : મુખ્યમંત્રીની રેસમાંથી બહાર થયા બાબા બાલકનાથ? જાણો કેમ?
ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ બીજેપી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકી નથી. આ સ્થિતીમાં રાજસ્થાનમાં કેટલીક ઉથલપાથલ જોવા મળી રહી છે.
રાજસ્થાનમાં બીજેપી કોને મુખ્યમંત્રી બનાવશે તેના પર સસ્પેન્સ યથાવત છે. સૌથી પ્રખ્યાત ચહેરાઓમાં બાબા બાલકનાથનું નામ છે, જેમને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે. જો કે, હવે તે મુખ્યમંત્રી પદની રેસમાં ન હોવાના અહેવાલ આવી રહ્યા છે.

2019માં બીજેપીની ટિકિટ પર અલવર લોકસભામાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા બાલકનાથે સોશિયલ મીડિયા પર લખ્યું કે, પાર્ટી અને વડાપ્રધાને મને તક આપી. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓને અવગણો. હજુ પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો બાકી છે.
બાબા બાલકનાથ 2019માં બીજેપીની ટિકિટ પર અલવર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે પાર્ટીએ તેમને જિલ્લાની તિજારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી.
Baba Balaknathતેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવીને જીત નોંધાવી હતી. જે બાદ તેમણે સાંસદ પદેથી રાજીનામું આપી દીધું અને રાજ્યના મુખ્યપ્રધાનની રેસમાં તેમનું નામ ચાલી રહ્યું છે. બાલકનાથ એ જ નાથ સંપ્રદાયના સંત છે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
