સાવરકર પર વિવાદીત રાહુલ ગાંધીના નિવેદનને લઇ ભડક્યા રાજ ઠાકરે, બોલ્યા- યુ ઇડિયટ...
સાવરકરને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીની તીખી પ્રતિક્રિયા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. રવ
સાવરકરને લઈને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર રાજકારણ ગરમાયું છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીની તીખી પ્રતિક્રિયા બાદ હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પણ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. રવિવારે એક રેલીમાં રાહુલ ગાંધી પર નિશાન સાધતા રાજ ઠાકરેએ કહ્યું, "યુ ઇડિયટ... સાવરકર વિશે તમે કઈ ક્ષમતામાં નિવેદનો આપી રહ્યા છો, જેમને જેલમાં રહીને ઘણી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો."

રાહુલ પાસે એટલી બુદ્ધી નથી કે તેઓ સાવરકરને સમજી શકે
તમને જણાવી દઈએ કે હાલમાં જ રાહુલ ગાંધીએ સાવરકર દ્વારા લખેલા પત્રને ટાંકીને દાવો કર્યો હતો કે જેલમાંથી મુક્ત થવા માટે તેમણે બ્રિટિશ સરકારની માફી માંગી છે. આ નિવેદન અંગે રાજ ઠાકરેએ કહ્યું, 'રાહુલ ગાંધી પાસે એ સમજવાની બુદ્ધિ નથી કે સાવરકરનો પત્ર તેમની રણનીતિનો એક ભાગ હતો. તેને અંગ્રેજોની શરણાગતિ કેવી રીતે કહી શકાય.

ક્યા સુધી આ ચાલતુ રહેશે?
રાજ ઠાકરે રવિવારે પાર્ટી કાર્યકર્તાઓની એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, જેમાં તેમણે રાહુલ ગાંધી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આ બંને આપણા રાષ્ટ્રીય નાયકોનું અપમાન કરી રહ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું, 'રાહુલ ગાંધી સાવરકર પર નિવેદન આપશે, ભારતીય જનતા પાર્ટી નેહરુ પર નિવેદન આપશે, પછી કોઈ અન્ય રાષ્ટ્રીય નાયક પર નિવેદન કરશે, ક્યાં સુધી આવું ચાલશે. આપણા દરેક રાષ્ટ્રીય નાયકોની સકારાત્મક અને નકારાત્મક બાજુ હોય છે, પરંતુ તેમની નકારાત્મક બાજુઓને આ રીતે રજૂ કરવાની શું જરૂર છે, શું તેનાથી કોઈ ફાયદો થશે?'

ભગત સિંહ કોશ્યારી પર પણ કર્યા પ્રહાર
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'ભાજપ સતત પંડિત જવાહરલાલ નેહરુનું અપમાન કરી રહ્યું છે, આવું ન થવું જોઈએ. આજે દેશ અન્ય ઘણી મહત્વની સમસ્યાઓ સાથે ઝઝૂમી રહ્યો છે, તેમની વાત થવી જોઈએ. દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાપુરુષોની ટીકા કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરી કહે છે કે જો ગુજરાતીઓ અને મારવાડીઓ મુંબઈ છોડી દેશે તો તે હવે આર્થિક રાજધાની નહીં રહે. જો એવું છે તો આ લોકો શા માટે તેમના રાજ્યમાં પાછા નથી આવતા. પરંતુ, આ લોકો મુંબઈ નહીં છોડે, કારણ કે મુંબઈ તેમને બિઝનેસ માટે ઉત્તમ વાતાવરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
