રાજ ઠાકરેએ આખરે મોદીનો છેડો પકડ્યો, બીજેપીને શરત વગર ટેકો આપવાની જાહેરાત કરી
મહારાષ્ટ્રમાં ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી કે રાજ ઠાકરે બીજેપી સાથે જઈ શકે છે. આખરે રાજ ઠાકરે કોઈપણ શરત વગર બીજેપીને ટેકો આપવાની જાહેરાત કરી છે.
મુંબઈના શિવાજી પાર્ક ખાતે રેલીમાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરતા કહ્યું કે, તે લોકસભા ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદીને બિનશરતી સમર્થન આપશે.

રાજ ઠાકરેએ કહ્યું કે અમને રાજ્યસભા જોઈતી નથી અને અમે કોઈ પણ પ્રકારનું સમાધાન ઈચ્છતા નથી. અમે ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધનને સમર્થન આપીશું. અમારું સમર્થન માત્ર પીએમ મોદીને છે.
આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે તે કોઈની નીચે કામ નહીં કરે. તેમનું નિવેદન મહત્વનું છે કારણ કે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ભાજપ સાથેના તેમના જોડાણની ચર્ચા શરૂ થઈ હતી.
તેમણે કહ્યું કે, સમાચાર આવ્યા કે હું હવે એકનાથ શિંદેની શિવસેનાનો ચીફ બનીશ. જો મારે પ્રમુખ બનવું હોત તો હું ઘણા સમય પહેલા જ ચીફ બની ગયો હોત. હું મારી પાર્ટીનો ચીફ જ રહીશ. જો હું ચૂંટણી લડીશ તો કહીને લડીશ.
રાજ ઠાકરેએ કહ્યું કે, ઘણા દિવસોથી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ મને કહેતા હતા કે આપણે સાથે આવવું પડશે. પરંતુ હું સમજી શકતો ન હતો કે કેવી રીતે આવવું. તેથી જ મેં અમિત શાહ સાથે મુલાકાત માટે કહ્યું.
તેમણે આગળ કહ્યું કે, 2014માં હું મહારાષ્ટ્રનો પહેલો નેતા છું જેણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવું જોઈએ. જો હું કોઈને પ્રેમ કરું છું તો હું તેને દિલથી કરું છું. 2014માં મેં નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. 2019 મેં વિરોધ કર્યો કારણ કે હું તેમની ભૂમિકા સાથે સહમત નહોતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
