ઉત્તરાખંડમાં વરસાદે તબાહી મચાવી : 40 થી વધુ લોકોના મોત, અનેક લાપતા
ઉત્તરાખંડમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ તોફાની છે અને ઘણા પુલ તૂટી પડ્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. આવા સમયે લેમન ટ્રી રિસોર્ટની આસપાસ પાણી ભરાઈ ગયું હતું.
દહેરાદૂન : ઉત્તરાખંડમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ તોફાની છે અને ઘણા પુલ તૂટી પડ્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. આવા સમયે લેમન ટ્રી રિસોર્ટની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. અત્યાર સુધીની માહિતી અનુસાર 40 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે બેઘર લોકોને 1 લાખ 9 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, મેં ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવર્તમાન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી સાથે વાત કરી હતી. તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ ગભરાટ ન ફેલાવવા જણાવ્યું
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી આપત્તિનો સામનો કરવા માટે સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ધામીએ જણાવ્યું હતું કે, હું તમામલોકોને વિનંતી કરું છું કે ગભરાશો નહીં. અમારી સરકાર દરેક પ્રયાસ કરી રહી છે કે, દરેક વ્યક્તિ ગમે તે રીતે મદદ કરી શકે છે. તેથી ગભરાશો નહીં. આપણે સાથેમળીને રાજ્યને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવીશું. હું તમને બધાને વિનંતી કરું છું કે, કૃપા કરીને ધીરજ રાખો. કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી.

ચારધામ યાત્રા રોકવી પડી
ઉલ્લેખનીય છે કે, કથળતી સ્થિતિને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બંધ કરવી પડી છે. લગભગ 5 હજાર મુસાફરો ફસાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આજેબીઆરઓ (બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન), એસડીઆરએફ અને પોલીસની ટીમ્સ ઘણા સ્થળોએ લોકોને બચાવવામાં વ્યસ્ત છે. સમાચાર એજન્સી દ્વારા ઘણા વિસ્તારોનાવીડિયો અને તસવીરો બહાર પાડવામાં આવી છે. જેમાંથી સ્થિતિ સમજી શકાય છે.

ત્રણ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિને કારણે ઘણી જગ્યાએ ઘરો, પુલો વગેરેને નુકસાન થયું છે. ઘણા લોકોના જીવ હજૂ જોખમમાં છે અને રાહત અને બચાવકામગીરી માટે રાજ્યમાં ત્રણ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
