રેલ બજેટ 2017: અરુણ જેટલીએ રેલ ભાડું ના વધાર્યું પણ....
રેલ બજેટ 2017, જાણો રેલવે માટે નાણાં પ્રધાન અરુણ જેટલીએ શું મહત્વપૂર્ણ જાહેરાતો કરી.
નોંધનીય છે કે આ વખતે પહેલી વાર યુનિયન બજેટ અને રેલવે બજેટ સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાણાં પ્રધાન અરુણ જેટલીએ રેલવે માટે 1,31,000 કરોડની ફાળવ્યા છે. નોંધનીય છે કે રેલવે હાલ આમ પણ મંદીમાં ચાલી રહી છે. અને અરુણ જેટલીની આ ફાળવણી બાદ પણ રેલવેની સ્થિતિમાં કોઇ ખાસ મોટો સુધારો નહીં આવે તેવું જાણકારોનું કહેવું છે.

મોદી સરકારમાં જ્યારે ચોથી વાર અરુણ જેટલી સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. રેલ બજેટને લઇને યાત્રીઓને આશા હતી કે રેલ ભાડું સસ્તુ કરવામાં આવશે. આ મામલે નાણાં પ્રધાન ખાસ કોઇ મોટી રાહત જાહેર નથી કરી. સારી વાત એ છે કે ના તો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે ના જ ઘટાડો. સાથે જ નવી ટ્રેનોની પણ કોઇ જાહેરાત આ બજેટમાં કરવામાં નથી આવી. તેમ છતાં નીચેના કેટલાક મહત્વના મુદ્દાઓને આ રેલ બજેટમાં આવરવામાં આવ્યા છે. જે અંગે વાંચો અહીં...
- નવી મેટ્રો રેલ નીતિઓ લાવવામાં આવશે. 3500 કિલોમીટરમાં નવી રેલ પટરીઓ નાંખવામાં આવશે
- પર્યટન અને તીર્થ સ્થળો માટે વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવશે
- આઇઆરસીટીસીથી ટિકટ બુકિંગ પર સર્વિસ ટેક્સને પૂર્ણ કરવામાં આવશે
- 500 સ્ટેશન પર વિકલાંગો માટે ખાસ સુવિધાઓ વધારવામાં આવશે. જેટલીએ કહ્યુ નદી, રસ્તાઓ અને રેલવે દેશની જીવન રેખા છે.
- યાત્રીઓની સુરક્ષા માટે રેલવે સેફ્ટી ફંડ બનાવવામાં આવશે. જે માટે 1,31,000 કરોડ રૂપિયાની ફાળવવામાં આવશે.
- સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનોથી આ શરૂઆત કરવામાં આવશે.
- માનવરહિત ક્રોંસિંગને 2020માં સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.
- 7000 રેલવે સ્ટેશનો પર સૌર ઊર્જાની સુવિધા આપવામાં આવશે.
- સરકાર 25 સ્ટેશનની પસંદગી કરશે જેનો વિકાસ કરવામાં આવશે.
- રેલ્વેથી જોડાયેલી કંપનીઓ જેવી કે IRCON અને IRCTCના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવામાં આવશે.
- રેલ્વે ઇ ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સ નહીં લાગે.
- વર્ષ 2018 સુધી તમામ ટ્રેનોમાં હશે બાયો ટોયલેટ
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
