'રાહુલ ગાંધીની પૉક્સો કેસમાં થશે ધરપકડ', NCPCR અધ્યક્ષનો દાવો
Rahul Gandhi News: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. સામાન્ય લોકો સુધી પહોંચવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આ દરમિયાન, બુધવારે રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ નોંધાયેલ કેસ સામે આવ્યો છે.
દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે કથિત સગીર બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આવો જાણીએ આ સમગ્ર મામલો.

વાસ્તવમાં મામલો 2021નો છે. NCPCRના વડા પ્રિયાંક કાનુનગો કહ્યું કે વર્ષ 2021માં એક સગીર સાથે બળાત્કાર-હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી.રાહુલ ગાંધી આને સનસનીખેજ સમાચાર બનાવવા માટે તેને મળ્યા હતા અને સગીરાના માતા-પિતા સાથે વીડિયો શૂટ કર્યો હતો અને તેને તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આમ કરીને તેમણે પૉક્સો એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
કાનુનગોએ એમ પણ કહ્યું કે અમે દિલ્હી પોલીસને તેમની સામે એફઆઈઆર નોંધવા કહ્યું હતું. આજે, આ મામલામાં એક અરજીની સુનાવણી દરમિયાન, દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે તેઓએ સપ્ટેમ્બર 2021માં તેની વિરુદ્ધ એફઆઈઆ દાખલ કરી હતી. અમે આશા રાખીએ છીએ કે દિલ્હી પોલીસ આરોપીઓની જલ્દી ધરપકડ કરશે.
તમને જણાવી દઈએ કે રેપ પીડિતાની ઓળખ જાહેર કરવી એ ભારતીય દંડ સંહિતાની કલમ 228A હેઠળ ગુનો છે. આ માટે બે વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.
#WATCH | Delhi Police tells Delhi High Court, FIR lodged against Rahul Gandhi for revealing alleged minor rape victim's identity.
— ANI (@ANI) January 24, 2024
NCPCR chief Priyank Kanoongo says, "In 2021, an incident of rape-murder of a minor was reported. At that time, Rahul Gandhi had visited them to… pic.twitter.com/PFGZF7FwDc
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
