ટ્વિટર પર પીએમ મોદીથી આગળ નીકળ્યા રાહુલ ગાંધી, બજેટનું ટ્વીટ બન્યુ નંબર વન
રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટરના આંકડાને પણ પાછળ છોડી દીધા છે.
છેલ્લા થોડા મહિનાઓમાં સોશિયલ મીડિયા પર ઝડપથી સક્રિય જોવા મળી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ફૂલ ફોર્મમાં આવી ગયા છે. ચૂંટણી પહેલા રજૂ થયેલ મોદી સરકારના વચગાળાના બજેટનું ટ્વીટર પર ખૂબ છવાયુ છે. ત્યાં સુધી કે રાહુલ ગાંધીએ પીએમ મોદી સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી કાર્યાલયના ટ્વિટરના આંકડાને પણ પાછળ છોડી દીધા છે. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના ફોર્મની ચર્ચા હવે રાજકીય ગલીઓમાં પણ શરૂ થઈ ગઈ છે.
|
રાહુલ ગાંધી નીકળ્યા સૌથી આગળ
ટ્વિટર અનુસાર વચગાળાનું બજેટ 2019 અંગે નેતાઓ અને હસ્તીઓ તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટ નંબર એક પર હતુ. રાહુલ ગાંધીનું આ ટ્વીટ જેમાં તેમણે લખ્યુ હતુ ‘પાંચ વર્ષોમાં તમારા નિષ્ફળતા અને તમારા અહંકારે અમારા ખેડૂતોનું જીવન બરબાદ કરી દીધુ. 17 રૂપિયા પ્રતિદિન આપવા તેમનુ અપમાન છે.' સૌથી વધુ રીટ્વીટ કરાયેલ ટ્વીટોમાંનું એક હતુ. રાહુલ ગાંધીના આ ટ્વીટને લગભગ 13000 વાર રીટ્વીટ કરવામાં આવ્યુ.

ચાર દિવસોમાં 8 લાખથી વધુ ટ્વીટ
આ ઉપરાંત ટ્વિટરે વધુ એક જાણકારી આપી છે કે 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચાર દિવસો દરમિયાન વચગાળાના બજેટ સંબંધિત આઠ લાખથી વધુ ટ્વીટ કર્યા છે. જેમાં રાહુલ ગાંધીનું ટ્વીટ પણ શામેલ છે જે સૌથી વધુ વાર રીટ્વીટ કરવામાં આવ્યુ છે. ટ્વિટરે કહ્યુ કે ગયા વર્ષના બજેટની તુલનામાં આ વખતે 1.5 ગણુ વધુ ટ્વીટ કરવામાં આવ્યુ છે. કંપનીએ કહ્યુ કે આ વખતે બજેટ ચર્ચા દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહ્યો છે અને આ દરમિયાન 14 લાખથી વધુ ટ્વીટ થયા છે.
|
પ્રધાનમંત્રી મોદી ચોથા નંબર પર
બજેટ માટેના ટ્વીટને રીટ્વીટ કરવાના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી પાછળ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલા રહેતા નરેન્દ્ર મોદી તરફથી બજેટ પર કરવામાં આવેલુ ટ્વીટ ચોથા નંબરે રહ્યુ છે. પીએમ મોદીના ટ્વીટને 7500 વાર રીટ્વીટ કરવામાં આવ્યુ. જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપ આ શ્રેણીમાં બીજા નંબર પર રહી છે. રાહુલ ગાંધીને જવાબ આપવા મેટ ભાજપે પલટવાર કર્યો હતો તે ટ્વીટને લગભગ 9000 વાર રીટ્વીટ કરવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે વચગાળાના બજેટ માટેના કુલ ટ્વીટની સંખ્યા 1.4 મિલિયન છે. જેમાંથી કુલ 8 લાખ ટ્વીટ ભારતમાંથી જ કરવામાં આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
