રાહુલ ગાંધી આજે લદ્દાખના બે દિવસના પ્રવાસ માટે થશે રવાના
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બે દિવસ માટે લદ્દાખ જવા રવાના થઈ શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવારે બે દિવસ લદ્દાખના પ્રવાસે હશે. આ પહેલા રાહુલ ગાંધી બે વખત જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ગયા હતા પરંતુ તેઓ લદ્દાખ જઈ શક્યા ન હતા.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં રાહુલ ગાંધી જમ્મુ અને શ્રીનગર ગયા હતા. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન અહીં પહોંચ્યા હતા. તે ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીર ગયા હતા પરંતુ તે લદ્દાખ જઈ શક્યા ન હતા. જો કે તેમની લદ્દાખની મુલાકાત અંગે અન્ય કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી.

આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને લોકસભા ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરશે તેવુ માનવામાં આવી રહ્યુ છે. વળી, તેઓ આવતા મહિને યોજાનારી કારગિલ હિલ કાઉન્સિલની ચૂંટણી માટે પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ફેલાવી શકે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે નેશનલ કૉન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે.
ગયા અઠવાડિયે જ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં યુરોપના પ્રવાસે જઈ શકે છે. આ દરમિયાન તેઓ ત્રણ દેશો બેલ્જિયમ, નોર્વે અને ફ્રાન્સ જશે. કોંગ્રેસ નેતા સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં તેમનો પ્રવાસ શરૂ કરશે. જ્યાં તેઓ યુરોપિયન યુનિયનના સંસદસભ્યો, ભારતીય સમુદાયના સભ્યો તેમજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરશે અને વાર્તાલાપ કરશે.
રાહુલ ગાંધીનો યુરોપનો પ્રવાસ આ વર્ષે તેમનો ત્રીજો વિદેશ પ્રવાસ હશે. આ પહેલા, તેઓ મેના અંતમાં યુએસના 10 દિવસના પ્રવાસ પર ગયા હતા, જ્યાં તેમણે સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી. અમેરિકાની મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ સાથે તેઓ ઉદ્યોગસાહસિકો અને અમેરિકન સાંસદોને પણ મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
