Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Opposition Leader in Lok Sabha: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

Leader of Opposition in Lok Sabha: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હશે, આ નિર્ણય મંગળવારે ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

આ જાહેરાત કરતા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જાણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સીપીપી પ્રમુખે પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબને પત્ર લખીને તેમને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની નિમણૂક કરવાના નિર્ણયની જાણકારી આપી છે.

પ્રોટેમ સ્પીકરને લખ્યો પત્ર - વાસ્તવમાં, મંગળવારે (25 જૂન) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષના ઈન્ડિયા બ્લોકની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીને વિરોધ પક્ષના નેતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતા માટે પ્રોટેમ સ્પીકરને પણ પત્ર લખવામાં આવ્યો છે.

Rahul Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, 18મી લોકસભામાં, જનતાનું ગૃહ સાચા અર્થમાં છેલ્લા માણસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે, રાહુલ ગાંધી તેમનો અવાજ બનશે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે, મને વિશ્વાસ છે કે, કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મહારાષ્ટ્ર સુધી, દેશના ખૂણે ખૂણે પ્રવાસ કરનાર નેતા ખાસ કરીને વંચિત અને ગરીબ લોકોનો અવાજ ઉઠાવશે.

રાહુલ ગાંધીને લઈને થઈ રહી હતી માંગ - ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટી નેતાઓએ રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની માંગ ઉઠાવી હતી. આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની માંગ સર્વાનુમતે પુનરોચ્ચાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પણ પસાર કરવામાં આવી હતી.

CWCની બેઠકમાં પ્રસ્તાવ પાસ થયો - આવી સ્થિતિમાં હવે નેતાઓ અને ગઠબંધન પક્ષોનું સન્માન કરીને રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા જ્યારે વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો હતો.

સાંસદ તરીકે લીધા શપથ - આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ રાયબરેલીથી સાંસદ તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન તેમણે સંવિધાન હાથમાં લઈને શપથ લીધા હતા. તેમજ અંતે તેમણે જય હિન્દ અને જય સંવિધાન સાથે શપથ પુરા કર્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X