Rahul Gandhi On Caste Census : જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત કર્યુ, જાણો શું કહ્યું?
Rahul Gandhi On Caste Census : લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના જાતિ ગણતરીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે જણાવ્યું કે, જાતિ ગણતરીની રચના માટે અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપીશું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ માટે એક મજબૂત યોજનાની જરૂર છે અને અમે તેનો ખરડો તૈયાર કરી આપીશું. તેમણે બિહાર અને તેલંગાણાના ઉદાહરણોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બંને રાજ્યોની ગણતરી પદ્ધતિઓમાં નોંધપાત્ર તફાવત છે. રાહુલ ગાંધીએ સરકારને આ પ્રક્રિયાની સ્પષ્ટ સમયરેખા અને પદ્ધતિ જાહેર કરવા જણાવ્યું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, અમે સંસદમાં પ્રતિબદ્ધતા દર્શાવી હતી કે જાતિ ગણતરી કરાવીશું અને 50 ટકાની અનામત મર્યાદાને પણ તોડીશું.
તેમણે કહ્યું કે, 11 વર્ષ બાદ અચાનક સરકારે જાતિ ગણતરીની જાહેરાત કરી તે રહસ્યમય છે. તેમણે ભાજપ પર 50 ટકાની અનામત મર્યાદા હટાવવા માટે પણ દબાણ ચાલુ રાખવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, જાતિ ગણતરી માટે તેમણે દેશભરમાં વ્યાપક અભિયાન ચલાવ્યું હતું, જેના પરિણામે આ નિર્ણય શક્ય બન્યો. તેમણે કહ્યું કે, પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરતા હતા કે દેશમાં માત્ર ચાર જાતિઓ છે, પરંતુ હવે તેમણે જાતિ ગણતરીની જાહેરાત કરી. અમે આ ગણતરી દ્વારા દેશમાં નવી વિકાસની દિશા લાવવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, ઓબીસી, દલિત કે આદિવાસીઓની દેશની વસ્તીમાં ભાગીદારી કેટલી છે, તે જાતિ ગણતરીથી જ સ્પષ્ટ થશે. પરંતુ અમારે આગળ વધીને દેશની સંસ્થાઓ અને શક્તિ માળખામાં આ વર્ગોની સહભાગિતા પણ જાણવી જોઈએ.
તેમણે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, અમે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિકલ 15(5) હેઠળ અનામત લાગુ કરવાની હિમાયત કરી હતી. સરકારે આ નિર્ણય સ્વીકાર્યો, જેના માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમને જાતિ ગણતરીની સંપૂર્ણ સમયરેખા અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણ પણ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
