રાફેલે પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડની ટિકિટ અપાવી, જ્યારે આ બાજુ મણિપુર સળગી રહ્યુ છેઃ રાહુલ ગાંધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફ્રાન્સ પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે. હવે તે યુએઈ પહોંચી ગયા છે. ફ્રાન્સમાં, તેમણે ઘણા કરારો કર્યા અને સાથે-સાથે ભારતીય પ્રવાસીઓને પણ મળ્યા. આ દરમિયાન ભારતીય પીએમને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરથી નવાજવામાં આવ્યા હતા.
પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા 'બેસ્ટીલ ડે પરેડ'માં પીએમ મોદીના સામેલ થઈ રહી છે. જેના પર હવે ભારતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીની હાજરી પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે રાફેલ સોદાએ પીએમ મોદીને બેસ્ટિલ ડે પરેડની ટિકિટ આપી છે, જ્યારે મણિપુર સળગી રહ્યું છે અને યુરોપિયન યુનિયન સંસદ ભારતના આંતરિક મામલામાં ચર્ચા કરી રહી છે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને મુદ્દે મૌન સેવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 269 સભ્યોની ભારતીય ત્રિ-સેવાઓની ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો અને ફ્લાયપાસ્ટમાં ભારતીય વાયુસેનાના ત્રણ રાફેલ જેટ ફ્રેન્ચ જેટ સાથે જોડાયા હતા.
ફ્રાન્સનો આ પ્રવાસ યાદગાર રહ્યો. મને બેસ્ટિલ ડેની ઉજવણીમાં ભાગ લેવાનું મળ્યું હોવાથી તે વધુ વિશેષ બન્યું હતું. ભારતીય ટુકડીને પરેડમાં સ્થાન મેળવતા જોવાનું અદ્ભુત હતું. હું રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ફ્રાન્સના લોકોનો તેમના અસાધારણ ઉષ્મા અને આતિથ્ય માટે આભારી છું. ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા આગળ વધતી રહે! મોદીએ પરેડની તસવીર પોસ્ટ કરીને ટ્વિટ કર્યું હતું.
પીએમ મોદીની મુલાકાત પહેલા, યુરોપિયન સંસદે એક ઠરાવ અપનાવીને ભારત સરકારને મણિપુરમાં હિંસા રોકવાના પ્રયાસો વધારવા જણાવ્યું હતું. ભારતે કહ્યું કે યુરોપિયન યુનિયન દ્વારા મણિપુર અંગેનો ઠરાવ તેની સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે.
Manipur burns. EU Parliament discusses India’s internal matter.
— Rahul Gandhi (@RahulGandhi) July 15, 2023
PM hasn’t said a word on either!
Meanwhile, Rafale gets him a ticket to the Bastille Day Parade.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
