રાહુલ ગાંધીનો ચીન મુદ્દે PM મોદી પર કટાક્ષ, મિસ્ટર 56 ઇંચ ડરી ગયા છે!
અરુણાચલને અડીને આવેલા એલએસી પાસે ચીન દ્વારા ગામ વસાવવાના સમાચાર બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
નવી દિલ્હી, 12 નવેમ્બર : અરુણાચલને અડીને આવેલા એલએસી પાસે ચીન દ્વારા ગામ વસાવવાના સમાચાર બાદ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે સરકાર પાસે ચીનને લઈને કોઈ વ્યૂહરચના નથી અને જુઠ્ઠાણું ચલાવી રહી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત રમાઈ રહી છે. તેમણે એક અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથેની સરહદ મુદ્દે વિદેશ મંત્રાલય અને મુખ્ય સંરક્ષણ વડાનું અલગ-અલગ વલણ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ગુનાહિત રીતે રમત રમાઈ રહી છે, કારણ કે મોદી સરકાર પાસે કોઈ વ્યૂહરચના નથી અને શ્રીમાન 56 ઈંચ ડરેલા છે. મારી સંવેદના એ જવાનો સાથે છે, જે પોતાના જીવ પર રમીને આપણી સરહદની રક્ષા કરી રહ્યા છે, જ્યારે કેન્દ્ર સરકાર જુઠ્ઠાણું ચલાવી રહી છે. વડાપ્રધાન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ ચીન મુદ્દા પર વિદેશ મંત્રાલય અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના અલગ-અલગ મંતવ્યો નામની PTI ન્યૂઝ સ્ટોરી શેર કરી છે.
રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા સમાચારમાં CDS બિપિન રાવતે ગુરુવારે કહ્યું હતું કે, ચીન ભારતીય ક્ષેત્રમાં આવવાની અને એક નવું ગામ બનાવવાની વાત યોગ્ય નથી અને ઉલ્લેખિત ગામ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાર છે. તે પડોશી દેશના પ્રદેશમાં છે. રાવતે એ વાત પર પણ ભાર મૂક્યો કે ચીને LACના ભારતીય કન્સેપ્ટનું ઉલ્લંઘન કર્યું નથી.
આ પહેલા અમેરિકી રિપોર્ટ પર વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતે ન તો તેની જમીન પર ચીનના ગેરકાયદે કબજાને સ્વીકાર્યો છે અને ન તો કોઈ ગેરવાજબી ચીનના દાવાઓને સ્વીકાર્યા છે. તમને જણાવી દઈએ કે પેન્ટાગોને એક રિપોર્ટમાં કહ્યું છે કે LACના પૂર્વ સેક્ટરમાં ચીને તિબેટ સ્વાયત્ત ક્ષેત્ર અને ભારતના અરુણાચલ પ્રદેશ વચ્ચેના વિવાદિત વિસ્તારમાં એક મોટું ગામ વસાવ્યું છે.
રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પી ચિદમ્બરમે કહ્યું કે, તેમણે કહ્યું છે કે આ યોગ્ય સમય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમના મંત્રાલયમાં એક રેખા દોરે અને સીડીએસને તેની મર્યાદામાં રહેવાનું કહે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
