લોકસભામાં PM મોદીના ભાષણ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને એક પણ વાતનો જવાબ મળ્યો નથી.
નવી દિલ્હી : હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીને લઈને સંસંદમાં સતત હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષ સતત માંગ કરી રહ્યુ હતું કે, પીએમ મોદી સંસંદમાં જવાબ આપે. હવે આ મુદ્દે રાહુલ ગાંધી લોકસભામાં સંબોધન કરીને અદાણીનો મુદ્દો ઉઠાવી મોદી સરકારને ઘેરી હતી. અહીં રાહુલ ગાંધીએ ગૃહમાં પીએમ મોદી અને અદાણીની એક તસવીર કરીને પ્રહાર કર્યા હતા. આ મુદ્દે પીએમ મોદીએ જવાબ આપ્યો. તેમણે ઈશારામાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. હવે આ મુદ્દે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.

પીએમ મોદીના સંબોધન બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, હું પીએમના ભાષણથી સંતુષ્ટ નથી. પીએમએ એક પણ વાતનો જવાબ આપ્યો ન હતો. તેમના ભાષણમાં સચ્ચાઈ દેખાય છે. જો (અદાણી) મિત્ર નથી, તો તેમણેકહેવું જોઈતું હતું કે તેઓ તપાસ કરશે. વડાપ્રધાને શેલ કંપની પર કશું કહ્યું નહીં. બેનામી પૈસા ફરે છે. આનાથી સ્પષ્ટ છે કે પીએમ તેની રક્ષા કરી રહ્યા છે.
આ પહેલા રાહુલ ગાંધીને મીડિયાકર્મીઓએ ગૃહની કાર્યવાહીમાંથી રાહુલ ગાંધીના ભાષણ હટાવવા મુદ્દે સવાલ કર્યો હતો. જેના પર રાહુલે સવાલ કર્યો કે શા માટે તેમના શબ્દો રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા? રાહુલ ગાંધીએ મંગળવારે તેમના ભાષણનો કેટલોક ભાગ ટ્વિટ કર્યો અને લખ્યું કે, વડાપ્રધાન તમે લોકશાહીનો અવાજ ભૂંસી નહીં શકો.ભારતના લોકો તમને સીધો સવાલ પૂછે છે. જવાબ આપો.
સંસદના ભાષણમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ નિરાશા આવી રીતે નથી આવી, આ નિરાશા પાછળનું કારણ લોકોના વારંવારના આદેશ છે. 2004 થી 2014 સુધી ભારતની અર્થવ્યવસ્થા ડગમગી રહી હતી. આના પર નિરાશા ન થાય તો બીજુ શુ થાય. 10 વર્ષમાં મોંઘવારી ડબલ ડિજીટમાં રહી, તેથી જો કંઇક સારું થાય તો નિરાશા બહાર આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
