મંદસૌર ખેડૂત રેલીઃ 6 જૂન 2017 એ મંદસૌરમાં ખરેખર શું થયુ હતુ?
મધ્યપ્રદેશના મંદસૌર ગોળીકાંડની વાર્ષિક પુણ્યતિથિના દિવસે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોની જનસભાને સંબોધિત કરશે. આ જનસભા મંદસૌરના પિપળીયા મંડીમાં થશે.
મધ્યપ્રદેશના મંદસૌર ગોળીકાંડની વાર્ષિક પુણ્યતિથિના દિવસે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોની જનસભાને સંબોધિત કરશે. આ જનસભા મંદસૌરના પિપળીયા મંડીમાં થશે. કોંગ્રેસે આનું નામ 'ખેડૂત સમૃધ્ધિ સંકલ્પ રેલી' રાખ્યુ છે. જો કે આ રેલી દ્વારા લાંબા સમય સુધી એમપીની સત્તાથી દૂર રહેલ કોંગ્રેસ ખેડૂતોની સહાનુભૂતિ અને સમર્થન મેળવવાના ચક્કરમાં છે. હવે આ સમર્થન તેને મળે છે કે નહિ તે તો ચૂંટણી બાદ જ માલૂમ થશે પરંતુ એ પહેલા મંદસૌરની એ ઘટના વિશે વિસ્તારથી જાણીએ જેણે એમપીથી લઈને દિલ્હીને પણ હલાવી દીધુ હતુ....

6 ખેડૂતોના મોત
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મધ્યપ્રદેશના મંદસૌરમાં પાકના યોગ્ય ભાવ અને દેવામાફી અંગે ખેડૂતો ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલન ઉગ્ર થતુ જોઈને પ્રશાસને મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી હતી. ત્યારબાદ આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલિસે ફાયરિંગ કરી દીધુ જેમાં 6 ખેડૂતોના મોત થઈ ગયા હતા અને ઘણા ખેડૂતો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા.

હિંસક થયુ હતુ આંદોલન
આંદોલન હિંસક થયા બાદ આ મુદ્દે ખૂબ હોબાળો થયો હતો. ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ઘણી જગ્યાએ ગાડીઓ ફૂંકી દીધી હતી. પરિસ્થિતિ બેકાબૂ જોતા મંદસૌરમાં થોડાક દિવસો સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસે આના માટે શિવરાજ સિંહ ચૌહાણ અને તેમની સરકારની ખૂબ કોસી હતી.

નિર્દોષ ખેડૂતો થયા હતા પોલિસની ગોળીના શિકાર
તમને જણાવી દઈએ કે જે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન પોલિસ ફાયરિંગમાં મોત થયા છે તેમાંથી કોઈની પણ પાસે પોતાની જમીન નહોતી. એટલુ જ નહિ આમાંથી એક ખેડૂતની ઉંમર માત્ર 19 વર્ષની હતી અને તે અગિયારમાં ધોરણનો છાત્ર હતો. જ્યારે પોલિસની ગોળીના શિકાર એક ખેડૂતની ઉંમર માત્ર 23 વર્ષ હતી અને તેના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. તે ભારતીય સેનામાં જવા ઈચ્છતો હતો. જે ત્રીજા યુવકનું આ દરમિયાન મોત થયુ છે તે મજૂર હતો. જ્યારે અન્ય બે ખેડૂતોમાં એકની ઉંમર 22 વર્ષ હતી અને બીજાની 44 વર્ષ હતી. આ બંને ખેડૂતો ખેતરોમાં કામ કરતા હતા. તેમની પાસે કોઈ ખેતર નહોતા.

આંદોલન પર થયુ રાજકીય ઘમાસાણ
આંદોલન હિંસક થતુ જોઈ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે તે કોઈ પણ રીતે શાંતિ ઈચ્છે છે અને તેમની સરકાર ખેડૂતોનું ભલુ ઈચ્છે છે. જ્યાં સુધી આંદોલન શાંત નહિ થાય ત્યાં સુધી તે ભૂખ હડતાળ પર રહેશે. જો કે તે ભૂખ હડતાળ પર બેઠા હતા પરંતુ મૃતક ખેડૂતોના પરિવારોને મળ્યા બાદ શિવરાજ સિંહે પોતાની ભૂખ હડતાળ તોડી હતી. ત્યારબાદ હાઈકોર્ટના રિટાયર્ડ જજ જે કે જૈનના નેતૃત્વમાં એક સભ્યની સમિતિની રચના થઈ હતી જેના પર આ ઘટનાની તપાસ કરવાની જવાબદારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
