RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની આજે ભિવંડી કોર્ટમાં હાજરી
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
આરએસએસે વર્ષ 2014 માં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન અદાલતે રાહુલ ગાંધીને 12 જૂને ભિવંડીની અદાલતમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મંગળવારે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી તે થાણેના ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા રવાના થશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વાર દાખલ કરાયેલ એ કેસમાં રાહુલ ગાંધી હાજર થવાના છે જેમાં તેમણે આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 2014 માં એક ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આરએસએસે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો હતો. ભિવંડીના ન્યાયિક મેજિસ્ટ્રેટ એ એ શેખ આ મામલે આરોપ નક્કી કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષનું નિવેદન નોંધવા ઈચ્છે છે.
છ માર્ચ 2014 ના રોજ આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ રાહુલ ગાંધી સામે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં કુંતેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સંગઠનની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી છે. આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ થાણેના ભિવંડીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની સામે કેસ ફાઈલ કરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
