રાહુલ ગાંધીએ ‘સુપ્રીમે માન્યુ ચોકીદાર ચોર છે' વાળા નિવેદન પર વ્યક્ત કર્યો અફસોસ

રાહુલ ગાંધીએ રાફેલ ડીલ વિશે ‘સુપ્રીમ કોર્ટે પણ માન્યુ ચોકીદાર ચોર છે' વાળા પોતાના નિવેદન પર સુપ્રીમ કોર્ટ સામે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

રાહુલ ગાંધીએ રાફેલ ડીલ વિશે 'સુપ્રીમ કોર્ટે પણ માન્યુ ચોકીદાર ચોર છે' વાળા પોતાના નિવેદન પર સુપ્રીમ કોર્ટ સામે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ભાજપ સાંસદ મીનાક્ષી લેખી તરફથી દાખલ અવગણના અરજી પર સોમવારે રાહુલ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના નિવેદન વિશે સુપ્રીમ કોર્ટ સામે કહ્યુ છે કે તે આના પર અફસોસ વ્યક્ત કરે છે. સાથે તેમણે એ પણ કહ્યુ છે કે તેમના નિવેદનને રાજકીય વિરોધીઓએ ખોટી રીતે રજૂ કર્યુ છે. કેસ પર સુનાવણી 23 એપ્રિલના રોજ કરશે.

rahul gandhi

રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટની અવગણના અંગેની અરજી પર કોર્ટે રાહુલ ગાંધીને 15 એપ્રિલના રોજ નોટિસ પાઠવી હતી. કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધી જવાબ દાખલ કરવા કહ્યુ હતુ. જેના પર આજે તેમણે સફાઈ આપી છે. રાહુલ ગાંધી તરફથી દાખલ કરાયેલ જવાબમાં કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી ભાષણમાં તેમણે આ વાત કહી હતી જેનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. એવામાં તે સુપ્રીમ કોર્ટ સામે અફસોસ વ્યક્ત કરે છે.

ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ પોતાની અવગણના અરજીમાં કહ્યુ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપીને 'સુપ્રીમ કોર્ટે પણ માન્યુ છે કે ચોકીદાર ચોર છે' કહ્યુ છે કે જે અવગણનાની સીમામાં આવવુ જોઈએ. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારના એ પ્રારંભિક વાંધાઓને ફગાવી દીધા બાદ જેમાં સરકારે અરજી સાથે લગાવેલા દસ્તાવેજો પર વિશેષાધિકાર બતાવ્યો હતો. રાહુલે આ નિવેદન આપ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X