Rahul Gandhi : કર્ણાટક ચૂંટણી જીતીને મોદી સરકારને જવાબ આપશે પ્રયંકા ગાંધી

Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ્દ થવાને કારણે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે ચર્ચા ચાલી રહી છે તે, થોડા મહિનામાં યોજાનારા કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 2023માં આનાથી પાર્ટી પર શું પ્રભાવ પડશે.

ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું છે કે, જો રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવશે, તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની જવાબદારી વધી જશે, પરંતુ પ્રિયંકા ગાંધી કર્ણાટક ચૂંટણી જીતીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જવાબ આપવા માંગે છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, તેઓ આ લડાઈ આગળ પણ ચાલુ રાખશે.

પ્રિયંકા ગાંધી - અમે ચૂંટણી જીતીને જવાબ આપીશું

પ્રિયંકા ગાંધી - અમે ચૂંટણી જીતીને જવાબ આપીશું

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારની સાંજે બેઠક બોલાવી હતી. આ બેઠક દરમિયાન અનેક કાર્ય યોજનાઓ બનાવવામાં આવી હતી. આ બેઠકમાં હાજર પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ભાજપને જડબાતોડ જવાબ આપવાનું સૂચન કર્યું હતું.

ભાજપને યોગ્ય જવાબ આપવાનું સૂચન કરતા, પ્રિયંકા ગાંધી વાડ્રાએ મીટિંગમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કર્ણાટક ચૂંટણી જીતીને મોદી સરકારને જવાબ આપવો જોઈએ.

પ્રિયંકા ગાંધી - અમે પીછેહઠ કરવાના નથી, અમે લડીશું

પ્રિયંકા ગાંધી - અમે પીછેહઠ કરવાના નથી, અમે લડીશું

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ગેરલાયકાત એટલા માટે થઈ છે. કારણ કે, તેમણે અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. મારો ભાઈ રાહુલ આ પરિસ્થિતિ સામે લડશે અને તેને પાર કરશે. આ બધું એટલા માટે થયું કારણ કે, મારા ભાઈએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો.

આ સરકાર અદાણીના મુદ્દે જવાબ આપવા માંગતી નથી. અમારા શરીરમાં શહીદોનું લોહી છે. તમે એ લોહીને તમે વારંવાર પરિવારવાદી કહો છો. આ દેશ માટે આ લોહી વહેવડાવ્યું છે. અમે પાછા હટીશું નહીં, અમે લડીશું.

બેઠક દરમિયાન બીજું શું થયું?

બેઠક દરમિયાન બીજું શું થયું?

સૂત્રોના જણાવ્યા અનુસાર, એક સાંસદે બેઠકમાં એવું પણ સૂચન કર્યું હતું કે, રાહુલ ગાંધીની ગેરલાયકાતના વિરોધમાં કોંગ્રેસના તમામ સાંસદોએ એકસાથે રાજીનામું આપી દેવું જોઈએ. ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, આ મામલે આગળના પગલા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી શકે છે.

કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું છે કે, આ પગલું લોકશાહીનું ગળું દબાવવા જેવું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, આપણી સમક્ષનો મુદ્દો કાનૂની કરતાં વધુ રાજકીય છે. તે રાજકીય મુદ્દો છે. કારણ કે, તે લોકશાહીને નષ્ટ કરવાનો શાસક પક્ષનો પ્રયાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X