અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ ગાંધી
અમે હજી પણ કહી રહ્યા છીએ, રાફેલ ડીલમાં કૌભાંડ થયુંઃ રાહુલ
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ એ વાત પર ડટ્યા રહેશે કે રાફેલ ડીલ સાફ-સુથરી નથી, આમાં ભ્રષ્ટાચાર થયો છે. રાફેલ ડીલમાં તપાસની જરૂરતથી સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યા બાદ રાહુલ ગાધીએ આ વાત કહી. શુક્રવારે સાંજે દિલ્હીમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે જો આમાં બધું જ ઠીક હોય તો પીએમ મોદી જવાબ કેમ નથી આપતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો સીધો સવાલ છે
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારો સીધો સવાલ છે કે 526 કરોડ રૂપિયાના હવાઈ જહાજ 1600 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું. 30,000 રૂપિયાના કૉન્ટ્રેક્ટ એચએએલથી કેમ છીવી લેવામાં આવ્યો, ભારતના યુવાનોથી રોજગાર કેમ છીનવી લેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે જે દવિસે રાફેલ મામલાની તપાસ કરવામાં આવી એ દિવસે બે નામ નીકળશે એક અનિલ અંબાણી અને બીજું નરેન્દ્ર મોદી. આખો દેશ સમજે છે કે ચોકીદાર જ ચોર છે. અમે આ સાબિત કરીને રહેશું કે ભારતના પ્રધાનમંત્રી અનિલ અંબાણીના દોસ્ત છે અને તેમણે અનિલ અંબાણીને ચોરી કરાવી છે.

પીએસી રિપોર્ટ ક્યાં છે?
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં તીખા તેવર દેખાડતા કહ્યું કે, જ્યારે કોઈ જૂઠ બોલે છે તો ક્યાંકને ક્યાંક નીકળે છે. હવે સરકારને અમારે એ સમજાવવાનું છે કે પીએસી રિપોર્ટ ક્યાં છે. સુપ્રીમ કોર્ટના ફેસલામાં કહેવામાં આવ્યું કે રાફેલ હવાઈ જહાજની વિવરણ કૈગના રિપોર્ટમાં લખેલ છે અને તેને લોક લેખા સમિતિથી શેર કરવામાં આવ્યું છે. પરંતુ ખડગેજી પીએસીના અધ્યક્ષ છે અને એવો કોઈ રિપોર્ટ જોયો જ નથી.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો
રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે કેવી રીતે થઈ શકે છે કે પીએસી અધ્યક્ષના રિપોર્ટ નથી દેખાયો, લોક લેખા સમિતિના સભ્યોને આ રિપોર્ટ ન દેખાયો અને સુપ્રીમ કોર્ટને દેખાઈ ગયો. લગભગ અન્ય કોઈ પીએસી ચાલી રહી છે. લગભગ ફ્રાન્સના સંસદમાં ચાલી રહી છે. થઈ શકે છે કે મોદીજીએ પોતાની પીએસી પીએમઓમાં બેસીને રાખી છે.

કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગણી
શુક્રવારે 36 રાફેલ ફાઈટર જેટ ખરીદી મામલાની કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાફેલ ડીલમાં કોઈ વિશેષ કમી નથી. કેન્દ્રના ફેસલા પર સવાલ ઉઠાવવો ઠીક નહી થાય. અદાલતના આ ફેસલા બાદ ભાજપે સતત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પરના હુમલા તેજ કરી દીધા અને ેમણે રાફેલમાં જૂઠ ફેલવવાની વાત કહી માફી માંગવાની માગણી કરી. ભાજપનું કહેવું છે કે રાહુલ ગાંધીએ રાફેલને લઈ ભ્રમ ફેલાવ્યો છે.

કાર જેપીસી તપાસ કેમ નથી કરાવી રહી?
જ્યારે રાફેલ ડીલને ળઈને દાખલ કરવામાં આવેલ અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી જેના પર કોંગ્રેસે કહ્યું કે રાફેલ ડીલની તપાસ માટે સુપ્રીમ કોર્ટ યોગ્ય મંચ નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે આ ડીલમાં જો કંઈ છૂપાવવા જેવું નથી તો સરકાર જેપીસી તપાસ કેમ નથી કરાવી રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
