Rahul gandhi On mohan Bhagwat : મોહન ભાગવતના આઝાદી નિવેદનની રાહુલ ગાંધીએ ટિકા કરી, જાણો શું કહ્યું?
Rahul gandhi On mohan Bhagwat : ભારતમાં આરએસએસ અને બીજેપીના બંધારણ અને આઝાદી મુદ્દે નિવેદનોનો રાહુલ ગાંધી સતત વિરોધ કરી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ મોહન ભાગવતના આઝાદી નિવેદનની ફરીથી ટીકા કરી છે.
આરએસએસના નેતાઓના નિવેદનો વચ્ચે રાહુલ ગાંધી પટના બંધારણ સુરક્ષા પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પટનામાં રાહુલ ગાંધીને આવકારવા ઘણા પોસ્ટર લગાવાયા છે.

બીજી તરફ એક પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીના દાદા જવાહરલાલ નેહરુએ ભીમરાવ આંબેડકરને ચૂંટણી હરાવવામાં ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતના એક નિવેદન પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયાને લઈને હોબાળો થઈ રહ્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પટનામાં બંધારણ સુરક્ષા પરિષદમાં બોલતા સંઘના વડા વિશેની પોતાની ટિપ્પણીની સ્પષ્ટતા કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઇચ્છતા હતા કે જેમ ગંગાનું પાણી દરેક જગ્યાએ વહે છે, તેવી જ રીતે બંધારણની વિચારધારા પણ દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. જો આરએસએસના વડા મોહન ભાગવત કહી રહ્યા છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી, તો તે બંધારણને નકારી રહ્યાં છે. તે ભારતની દરેક સંસ્થામાંથી ડૉ. બી.આર. આંબેડકર, ભગવાન બુદ્ધ, મહાત્મા ગાંધીની વિચારધારાને ભૂંસી રહ્યા છે.
જણાવી દઈએ કે, શુક્રવારે આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ન હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની સંસ્થાઓને વાસ્તવિક સ્વતંત્રતા મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
