બીજેપી સાંસદની અપમાનજનક ટિપ્પણી બાદ રાહુલ ગાંધીએ દાનિશ અલી સાથે મુલાકાત કરી
સંસદની ગરિમાને નેવે મુકીને અપમાનજનક શબ્દો માટે બોલનારા બીજેપી સાંસદ રમેશ બિધુરી પર થુ થુ થઈ રહી છે. આ ઘટનાક્રમ બાદ રાહુલ ગાંધીએ અપમાન સહન કરનારા સાંસદ દાનિલ અલી સાથે મુલાકાત કરી હતી.
સાંસદ રાહુલ ગાંધીએ યુપીના અમરોહાથી બસપા સાંસદ દાનિશ અલીને તેમના દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી દાનિશ અલીને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

આ દરમિયાન રાહુલ ગાંધી સાથે કેસી વેણુગોપાલ પણ હાજર હતા. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે આ નફરતના બજારમાં પ્રેમની દુકાન છે.
આ મીટિંગ વાયરલ ક્લિપ પરના વિવાદ વચ્ચે થઈ. આ ક્લિકમાં બીજેપી સાંસદ રમેશ બિધુરી લોકસભાની કાર્યવાહી દરમિયાન દાનિશ અલીને સાંપ્રદાયિક અપશબ્દો બોલતા જોવા મળી રહ્યા છે.
રાહુલ ગાંધીને મળ્યા બાદ બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યુ કે, તે મારું મનોબળ ઉંચુ રાખવા અને સમર્થન આપવા અહીં આવ્યા છે. તેમણે કહ્યું કે હું એકલો નથી અને જે લોકો લોકશાહી સાથે ઉભા છે તે બધા મારી સાથે ઉભા છે.
જણાવી દઈએ કે, લોકસભાની કાર્યવાહી દરમિયાન બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. ગૃહમાં સંબોધન કરતાં તેમણે દાનિસ અલીને ઉગ્રવાદી કહીને સંબોધન કર્યુ. અહીં બિધુરીએ દાનિસ અલીને આતંકવાદી પણ કહી દીધા.
નફરત ફેલાવવા માટે જાણીતી બીજેપીના બીજા મોટા નેતા હર્ષવર્ધન તેમના નિવેદનથી સહમત હોય તેમ હસતા જોવા મળ્યા હતા. હવે દાનિસ અલી સહિતના સાંસદોએ વિશેષાધિકાર કાર્યવાહીની માંગ કરી છે.
સાંસદ દાનિશ અલીએ આ મામલે લોકસભા અધ્યક્ષ પાસે કાર્યવાહીની માંગ કરી હતી. સાંસદે લોકસભા સ્પીકરને પત્ર લખીને મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવાની માંગ કરી હતી. તેમણે કહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો તે સંસદ છોડી દેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
