નહેરૂ પર અમિત શાહની ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું-શાહને ઇતિહાસ ખબર નથી
એક તરફ સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાને યોગ્ય ગણાવી છે તો બીજી તરફ બીજેપી સંસદમાં કાશ્મીરને લઈને બીલ લાવી છે. હવે ફરીથી આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ છે.
સંસદના શિયાળુ સત્રમાં જમ્મુ-કાશ્મીર પર લાવવામાં આવેલા બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર સમસ્યા માટે પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુને જવાબદાર ગણાવ્યા હતા.

હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભડક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમિત શાહને ઈતિહાસની ખબર નથી, તે માત્ર મુદ્દાને ડાયવર્ટ કરવા આ બધુ કરી રહ્યા છે.
મંગળવારે શિયાળુ સત્ર દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પંડિત જવાહર લાલ નેહરુએ ભારત માટે પોતાનો જીવ આપ્યો, વર્ષો સુધી જેલમાં રહ્યા. ગૃહમંત્રી અમિત શાહ કદાચ ઇતિહાસ જાણતા નથી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ માત્ર ભ્રમિત કરવા માટે કરાઈ રહ્યું છે. મૂળ મુદ્દો છે જાતિ ગણતરી, ભાગીદારી અને દેશની સંપત્તિ કોના હાથમાં જઈ રહી છે. આ લોકો આ મુદ્દા પર ચર્ચા કરવા માંગતા નથી અને તેનાથી ડરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે આ મુદ્દાને આગળ લઈ જઈશું અને ગરીબ લોકોને તેમના હક અપાવીશું. જાતિની વસ્તી ગણતરી અને દેશની સંપત્તિ કોના હાથમાં જઈ રહી છે? આ એક મુદ્દો છે અને તે તેનાથી ભાગે છે.
રાહુલ ગાંધીને મધ્યપ્રદેશના ઓબીસી સીએમ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓબીસી છે પરંતુ પ્રશ્ન એ છે કે વહીવટમાં કેટલા ઓબીસી છે. જણાવો કે ઓબીસીની ભાગીદારી કેટલી છે?
રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર 90 અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેમાંથી 3 ઓબીસી છે અને તેઓની ઓફિસ ખૂણામાં છે. સરકારી તંત્રમાં ઓબીસી, દલિત અને આદિવાસીઓની કેટલી ભાગીદારી છે? આ મુખ્ય મુદ્દો છે. વાત ભાગીદારીની છે.
જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 પર ચર્ચા દરમિયાન અમિત શાહે લોકસભામાં કહ્યું કે, અમારી સેના જીતી રહી હતી અને દુશ્મનની સેના પીછેહઠ કરી રહી હતી. તે સમયે જો નેહરુજી વધુ બે દિવસ રોકાયા હોત અને યુદ્ધવિરામ ન કર્યો હોત તો આજે આખું કાશ્મીર આપણું હોત.
દેશમાં 550 રજવાડાઓનું વિલીનીકરણ થયું અને કલમ 370 ક્યાંય લાદવામાં આવી ન હતી. જો જવાહર લાલ નેહરુ જમ્મુ-કાશ્મીર પર નજર રાખતા તો ત્યાં આવું કેમ થયું? ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરના એસટી સમુદાયને પોતાના લાભ માટે તેમના અધિકારોથી વંચિત રાખ્યા.
જણાવી દઈએ કે, બીજેપી નેતાઓ પહેલેથી જ ઇતિહાસથી વિપરીત નિવેદનો આપતા રહ્યા છે. બીજેપી પોતાના ફાયદા માટે આવા નિવેદનો આપી રહી છે ત્યારે અમિત શાહનું આ નિવેદન પણ રાજનીતિનો ભાગ છે અને હકિકતથી વિપરીત છે. ઘણા ઇતિહાસકારો આ બાબતે ખુલાસા કરી ચુક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
