જુમલા ભરેલી ઝોળી લઈ, લૂટે હિંદુસ્તાન - રાહુલ ગાંધીએ પેટ્રોલના ભાવ પર મોદી સરકાર પર સાધ્યુ નિશાન
રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થઈ રહેલા સતત વધારાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ ટ્વિટ દ્વારા પણ પડોશી દેશોમાં પેટ્રોલની કિંમતો સાથે ભારતમાં પેટ્રોલની કિંમતની સરખામણી કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે ભારતીય રુપિયામાં અફઘાનિસ્તાનમાં 66.99, પાકિસ્તાનમાં 62.38 અને બાંગ્લાદેશમાં 78.53 રૂપિયામાં પેટ્રોલ મળી રહ્યુ છે. સાથે જ તેમણે એક છંદ દ્વારા કહ્યુ કે, 'પ્રશ્ન ન પૂછો ફકીરને, કેમેરા પર વહેંચે જ્ઞાન, જુમલા ભરેલી ઝોળી લઈ, લૂટે હિંદુસ્તાન'. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઈંધણના ભાવોમાં સતત વધારો અને મોંઘવારી મુદ્દે ફરીથી સક્રિય થઈ ગયા છે. રાહુલ ગાંધી અને પાર્ટીના ઘણા અન્ય સાંસદોએ પાર્ટીના મોંઘવારી મુક્ત ભારત અભિયાન હેઠળ પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ અને સીએનજીની કિંમતોમાં વધારા સામે ગુરુવારે સંસદ પાસે ધરણા કર્યા.
આ પહેલા સંસદ ભવન પાસે કોંગ્રેસના પ્રદર્શન વખતે રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોને નિયંત્રિત કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારનો વધારો કરવો જોઈએ નહિ કારણકે મોંઘવારીની સૌથી વધુ માર ગરીબો અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. પાર્ટીના સાંસદોએ બંને ગૃહોની કાર્યવાહીના આરંભના દોઢ કલાક પહેલા વિજય ચોક પર કોંગ્રેસના મોંઘવારી મુક્ત ભારત અભિયાન હેઠળ ધરણા આપ્યા. આમાં રાહુલ ગાંધી ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગે, કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને ઘણા અન્ય સાંસદ શામેલ થયા. કોંગ્રેસ સાંસદોએ સરકાર સામે નારેબાજી પણ કરી.
ધરણા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, 'મોંઘવારી, ખાસ કરીને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારા સામે કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં વિરોધ વ્યક્ત કરી રહી છે. છેલ્લા 10 દિવસોમાં નવ વાર વધારો કરવામાં આવ્યો છે. સરકાર આ વૃદ્ધિથી હજારો કરોડ રૂપિયા કમાઈ રહી છે. આની સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગને થઈ રહી છે. અમારી માંગ છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત કરે અને કિંમતો વધારવાનુ બંધ કરે.' રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ બમણા થઈ ગયા છે. સરકાર માત્ર એક વસ્તુ કરી રહી છે - ગરીબોના ખિસ્સામાંથી પૈસા કાઢો અને બે-ત્રણ મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવો. કોંગ્રેસનુ આ મોંઘવારુ મુક્ત ભારત અભિયાન 31 માર્ચથી ત્રણ તબક્કામાં ચાલુ કરવામાં આવ્યુ છે જે સાત એપ્રિલ સુધી ચાલશે.
Petrol Rate in Indian Rupees (₹)
— Rahul Gandhi (@RahulGandhi) March 31, 2022
Afghanistan: 66.99
Pakistan: 62.38
Sri Lanka: 72.96
Bangladesh: 78.53
Bhutan: 86.28
Nepal: 97.05
India: 101.81
प्रश्न न पूछो ‘फ़क़ीर’ से, कैमरा पर बाँटे ज्ञान।
जुमलों से भरा झोला लेकर, लूटे हिंदुस्तान॥#MehangaiMuktBharat












Click it and Unblock the Notifications
