'મારુ નામ સાવરકર નહિ, ગાંધી છે... અને ગાંધી માફી નથી માંગતા', માફીના સવાલ પર બોલ્યા રાહુલ ગાંધી

rahul gandhi

Rahul Gandhi Disqualified: સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે. જો કે રાહુલ ગાંધીને તરત જ જામીન મળી ગયા. પરંતુ લોકસભા સચિવાલયે તેમના સંબંધમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મુજબ તેમની લોકસભાનુ સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યુ હતુ.

સંસદનુ સભ્યપદ ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીએ આજે ​​(25 માર્ચ) કોંગ્રેસના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન એક મીડિયા વ્યક્તિએ રાહુલને પૂછ્યું કે તમે તમારા નિવેદન માટે માફી કેમ ન માગી? માફી માંગવાના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, 'મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધીજી કોઈની માફી માંગતા નથી.

તમને જણાવી દઈએ કે ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ફરિયાદ અને અરજી પર રાહુલ ગાંધીને અપરાધિક અવમાનના માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. રાહુલે એપ્રિલ 2019માં કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું. જેના આધારે રાહુલને ગુજરાતના સુરતની સીજેએમ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X