રાહુલ અને પ્રિયંકાને મળ્યા નવજોત સિદ્ધુ, જાણો આગળની રણનીતિ
જેલમાંથી છૂટ્યા બાદ પહેલી વાર નવજોત સિંહ સિદ્ધુએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્રણેય નેતાઓની નવી દિલ્હી ખાતે મુલાકાત કરી હતી. આ પહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ નવજોત સિંહ સિદ્ધુ સાથે ફોન પર વાત પણ કરી હતી.
નવજોત સિદ્ધુએ રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથેના બે ફોટોગ્રાફ ટ્વિટર પર શેર કર્યા અને લખ્યું કે, તેઓ ગુરુવારના રોજ નવી દિલ્હીમાં તેમના માર્ગદર્શક રાહુલ ગાંધી અને મિત્ર, ફિલોસોફર, માર્ગદર્શક પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

સરકાર પર નિશાન સાધતા સિદ્ધુએ લખ્યું હતું કે, તમે મને જેલમાં ધકેલી શકો છો, મને ધમકાવી શકો છો, મારા તમામ નાણાકીય ખાતાઓ બ્લોક કરી શકો છો, પરંતુ પંજાબ અને મારા નેતાઓ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ન તો ઝૂકીશ કે ન તો એક ઈંચ પણ પાછળ હટશે. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી છૂટ્યા બાદ ખૂબ જ સક્રિય થઈ ગયા છે.
આ અગાઉ સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના માતા-પિતાને મળ્યો હતો અને પંજાબ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ 8 એપ્રિલના રોજ જલંધરમાં દિવંગત સાંસદ સંતોખ ચૌધરીના પરિવારને મળશે.
ઉલ્લેખનીય છે કે, સંતોખ ચૌધરીનું જાન્યુઆરીમાં ભારત જોડો યાત્રા દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. આ બાદ કોંગ્રેસે જલંધર લોકસભા પેટાચૂંટણીમાં તેમની પત્નીને પાર્ટીનો ઉમેદવાર બનાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
