રાયબરેલી રાહુલ ગાંધી માટે આસાન નથી, જોઈ લો શું કહે છે આંકડા?
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા સતત લાગી રહેલી અટકળોનો અંત આવ્યો છે. રાહુલ ગાંધી આ વખતે વાયનાડ અને રાયબરેલી સીટથી ચૂંટણી લડશે.
જાહેરાત સાથે જ રાયબરેલીનો ચૂંટણી જંગ તૈયાર છે. ચૂંટણી જંગ માટે કુલ 31 ટુકડીઓ મેદાનમાં છે. કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ સોનિયા ગાંધીના નજીકના ગણાતા દિનેશ પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ 2019માં પણ અહીંથી ચૂંટણી લડ્યા પરંતુ તેમને સોનિયા ગાંધીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે આ વખતે દિનેશની લડાઈ રાહુલ ગાંધી સાથે છે. રાહુલ ગાધી રાયબરેલીને અડીને આવેલી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા છે. 2019 માં તે અમેઠી બેઠક પરથી બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે હાર્યા હતા.
બીજેપી તેમને રાયબરેલીથી પણ હરાવવાનો દાવો કરી રહી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહે દાવો કર્યો કે રાયબરેલીના લોકો રાહુલ ગાંધીને હરાવીને તેમને દિલ્હી પરત મોકલી દેશે.
બીજેપીના દાવા વચ્ચે કેટલાક આંકડા છે જે રાહુલ ગાંધીની રાહ મુશ્કેલ બનાવી શકે છે. આ આંકડા જોતા લાગે છે કે રાહુલ માટે રસ્તો એટલો આસાન નથી.
- સોનિયા ગાંધી 2004થી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે પરંતુ 2009થી તેમની જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2009માં જીતનું માર્જીન 3 લાખ 72 હજાર હતું. આ ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી બીજા સ્થાને હતી.
- 2014માં જીતનું માર્જિન ઘટ્યું હતું. 2014માં સોનિયા ગાંધી 3 લાખ 52 હજાર મતોથી જીત્યા હતા. આ ચૂંટણીમાં બીજેપી બીજા ક્રમે રહી હતી.
- 2019 માં, SP અને BSP સાથે હોવા છતાં સોનિયા ગાંધી માત્ર 1 લાખ 67 હજાર મતોથી જીત્યા હતા. બીજેપીના દિનેશ પ્રતાપ સિંહ બીજા ક્રમે રહ્યા હતા.
- ટકાવારીની દૃષ્ટિએ જોવામાં આવે તો સોનિયા ગાંધીને 2009માં 72 ટકા, 2014માં 64 ટકા અને 2019માં 55 ટકા મત મળ્યા હતા.
બીજી તરફ માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ 10 વર્ષ બાદ રાયબરેલી બેઠક પરથી ઉમેદવાર ઉતાર્યો છે. 2019માં બસપાએ રાયબરેલી સીટ પર કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. માયાવતીએ ઠાકુર પ્રસાદ યાદવને રાયબરેલીથી ઉમેદવાર બનાવ્યા છે. 2014માં રાયબરેલીમાં બસપાના ઉમેદવારને 66 હજાર વોટ મળ્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં બસપાએ રાયબરેલી, બછવારન, સરેની અને ઉંચાહરની 3 સીટો પર જોરદાર ટક્કર આપી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2022માં રાયબરેલીમાં બસપાને લગભગ 1 લાખ 3 હજાર વોટ મળ્યા હતા.
પાર્ટીએ આ વખતે યાદવ સમુદાયના ઠાકુર પ્રસાદને ઉમેદવાર તરીકે ઉતારીને સ્પર્ધાને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાયબરેલીમાં યાદવ સમુદાયની વસ્તી લગભગ 7 ટકા છે.
જાતિ સમીકરણ
2019માં હાર બાદ ભાજપ રાયબરેલીના જાતિ સમીકરણને મજબૂત કરવામાં વ્યસ્ત છે. રાયબરેલીમાં પાસી જાતિની સૌથી વધુ વસ્તી છે. પાર્ટીએ 2023માં આ સમુદાયમાંથી આવતા બુદ્ધીલાલ પાસીને જિલ્લાની કમાન સોંપી હતી.
રાયબરેલીમાં ઠાકુર 9 ટકા છે, આ હાંસલ કરવા માટે પાર્ટીએ દિનેશ પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. મનોજ પાંડેના માધ્યમથી પાર્ટીને બ્રાહ્મણ મતદારોને સાધવાની આશા છે. પાર્ટીએ અહીંથી ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ કોંગ્રેસે 2019થી પોતાના સંગઠનમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2022માં કારમી હાર છતાં પાર્ટીના જિલ્લા પ્રમુખ પંકજ તિવારી બદલાયા નથી. વિધાનસભા મુજબ પણ કોંગ્રેસે સંગઠનમાં કોઈ નવી નિમણૂક કરી નથી.
આ બે પરિબળો રાહુલ ગાંધી માટે માટે રાહત આપનારા છે
કોંગ્રેસ અમેઠી અને રાયબરેલી બેઠકો પર ભાવનાત્મક પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા ત્યારે તેમણે રાયબરેલીના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો.
રાહુલ જ્યારે ઉમેદવારી નોંધાવવા આવ્યા ત્યારે તેમના પરિવારના તમામ સભ્યો તેમની સાથે હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ રાહુલે રાયબરેલીને પોતાનું ઘર જાહેર કર્યું. રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાહુલ તેમના પરિવારની ત્રીજી પેઢીના સભ્ય છે.
1952થી અત્યાર સુધીમાં માત્ર 3 એવા પ્રસંગો બન્યા છે જ્યારે કોંગ્રેસ અહીંથી હારી છે. 1977માં જનતા દળ અને 1996 અને 1998માં ભાજપ અહીંથી જીત્યું હતું.
રાહુલ માટે બીજું પરિબળ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાને અહીંથી 4 લાખ 10 હજાર મત મળ્યા હતા અને પાર્ટીએ 5માંથી 4 બેઠકો જીતી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
