કમર મોહસિન શેખે પીએમ મોદીને બાંધી રાખડી
દર વર્ષની જેમ આ વર્ષે પણ કમર મોહસિન શેખે પીએમ મોદીને રાખડી બાંધી છે, અહીં જાણો કોણ છે આ કમર મોહસિન શેખ.
રક્ષા બંધનના દિવસે આપણે જેવી રીતે આપણી બહેનોનો ઈંતજાર કરીએ છીએ તેવી જ રીતે પીએમ મોદી પણ કમર મોહસિન શેખની રાહ જોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કમર મોહસિન શેખે પીએમ મોદીને રાખડી બાંધી છે. પીએમ મોદીને રાખડી બાંધ્યા બાદ કમર મોહસિન શેખે કહ્યું કે, "મોદી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર હતા ત્યારથી હું તેમને ઓળખું છું. 24 વર્ષથી તેમને રાખડી બાંધી આવી છું. આટલા વર્ષો બાદ પણ તેમનામાં કોઈ બદલાવ આવ્યો નથી. હા એટલું જરૂર છે કે હવે તેઓ બહુ વધુ વ્યસ્ત થઈ ગયા છે. આ કારણે અમને ઓછો સમય મળે છે." આ પણ વાંચો- પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી રક્ષા બંધનની શુભકામના

આવી રીતે થઈ મોદી સાથે મુલાકાત
નરેન્દ્ર મોદી અને કમર મોહસિન શેખની વચ્ચે ખાસ સંબંધ છે. આ ભાઈ-બહેનની વાર્તા બૉલીવુડની ફિલ્મ જેવી જ છે. કમર મોહસિન શેખે કહ્યું કે, "1981માં મારા પરિવાર સાથે પહેલી વખત અમદાવાદ આવી હતી. મોહસિન સાથે મારાં લગ્ન નક્કી થઈ ગયાં હતાં અને આવી રીતે હું હિન્દુસ્તાની થઈ ગઈ. 1995માં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ ડૉ. સ્વરૂપ સિંહ સાથે મારી મુલાકાત થઈ. તેઓ મને એમની દીકરી માનતા હતા. આ દરમિયાન હું પાકિસ્તાન જઈ રહી હતી ત્યારે ખુદ સ્વરૂપ સિંહ મને એરપોર્ટ છોડવા આવ્યા હતા અને એમની સાથે મોદી પણ હતા."

મોદીએ બનાવી લીધી બહેન
કમર મોહસિન શેખને વિદા કરતી વખતે સ્વરૂપ સિંહે નરેન્દ્ર મોદીને કહ્યું કે આ મારી દીકરી છે તેનો ખયાલ રાખશે. નરેન્દ્ર મોદીએ સ્વરૂપ સિંહને જવાબ આપતા કહ્યું કે, 'જો આ તમારી દીકરી છે તો મારી બહેન છે.' બસ આ ઘટના બાદથી જ કમર મોહસિન શેખે મોદીને રાખડી બાંધવાનું શરૂ કરી દીધું. કમર મોહસિન શેખ કહે છે કે કેટલાક વર્ષો બાદ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ બની ગયા પણ એમને મળવા માટે ક્યારેય અપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નહોતી પડી.

વાજપેયી સાથે જોડાયેલી છે કહાણી
કમર મોહસિન શેખે પોતાના એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે અટલ બિહારી વાજપેયીએ જ્યારે પોખરણ પરમાણુ પરિક્ષણ કરાવ્યું હતું ત્યારે એમના પતિએ એક પેન્ટિંગ બનાવ્યું હતું. જેમાં પરિક્ષણ બાદ ધમાકાથી ઉઠતી જ્વાળા વચ્ચે બે કબૂતર શાંતિનો સંદેશ લઈને ઉડતા જોવા મળી રહ્યા હતા. પેન્ટિંગને મોદીએ અટલ બિહારી વાજપેયીને દેખાડતા કહ્યું, 'જુઓ, આ તસવીર બનાવનાર એક હિન્દુસ્તાનનો દીકરો અને એક પાકિસ્તાનની દીકરી છે.' આ તસવીર જોઈને વાજપેયી બહુ ખુશ થઈ ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
