મોદી સરનેમ કેસમાં પુર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો, જાણો શું કહ્યું?
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે ત્યારે હવે આ કેસમાં ફરિયાદી પુર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજુ કર્યો છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીની અરજી પર કોર્ટે પુર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટીસ મોકલી હતી.
હાઈકોર્ટમાં પોતાનો જવાબ રજુ કરતા પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવાની માંગ કરી છે. આ મામલે 4 ઓગસ્ટે સૂનાવણી થવા જઈ રહી છે ત્યારે પુર્ણેશ મોદીએ પોતાના જવાબમાં કહ્યુંં છે કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી.

પુર્ણેશ મોદીએ પોતાની અરજીમાં જણાવ્યુ કે, રાહુલ ગાંધીનો વ્યવહાર ઘમંડથી ભરેલો છે. કોઈપણ કારણ વગર સમગ્ર વર્ગને અપમાનિત કરીને માફી માંગવાની ના પાડી છે. નીચલી અદાલત દ્વારા સજા થયા બાદ પણ તેમને ઘમંડી નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે. માત્ર સંસદનું સભ્યપદ બચાવવા માટે દોષસિદ્ધીનો કોઈ આધાર નથી.
જણાવી દઈએ કે, આ કેસમાં સૂનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પુર્ણેશ મોદીને પોતાનો જવાબ દાખલ કરવા આદેશ કર્યો હતો. કોર્ટે આના માટે 10 દિવસનો સમય આપ્યો છે.
કોંગ્રેસ નેતાને પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરાયેલા કેસમાં રાહુલ ગાંધીને બદનક્ષીના આરોપમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. આ સજાને ગુજરાત હાઈકોર્ટે રદ કરવાનો ઈન્કાર કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે.












Click it and Unblock the Notifications
