પંજાબમાં બહુ જલ્દી ઘર આંગણે સરકારી સેવાઓ મળશે, અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી
ક્રાંતિકારી નિર્ણયો માટે જાણીતી આમ આદમી પાર્ટીની પંજાબની ભગવંત માન સરકાર વધુ એક ક્રાંતિકારી સેવા શરૂ કરવા જઈ રહી છે. પંજાબમાં બહુ તમામ સરકારી સેવાઓ ઘરને આંગણે મળી રહેશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગાંધી જયંતિ પર પટિયાલામાં નવા ઈમરજન્સી અને પીડિયાટ્રીક વોર્ડનું ઉદ્ઘાટન કર્યું હતું.

અરવિંદ કેજરીવાલે આ પછી તેમણે આમ આદમી પાર્ટીની રેલીને સંબોધિત કરી અને આ દરમિયાન તેમણે પંજાબના લોકો માટે મોટી જાહેરાત કરી. સીએમ કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં ટૂંક સમયમાં સરકારી સેવાઓની ઘરઆંગણે ડિલિવરી શરૂ થશે.
તેમણે કહ્યું કે, હવે લોકોને સરકારી કામ કરાવવા માટે ઓફિસોમાં જવું નહીં પડે. તમારે માત્ર એક કોલ કરવાનો છે. સરકારી માણસો જાતે તમારા ઘરે આવશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી.
અરવિંદ કેજરીવાલે રેલીને સંબોધિત કરતા કહ્યું કે, ભગવંત માન જલ્દી આ કામ શરૂ કરશે. લોકોને સરકારી કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે. દિલ્હીની જેમ પંજાબમાં પણ તેને લાગુ કરવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અમે 1076 નંબર આપ્યો છે. શું તમારી પાસે સરકારી ઓફિસમાં કામ છે? તમારે તહેસીલદાર કે પટવારી પાસે જવાની જરૂર નથી. તમારે ફક્ત તે નંબર પર કૉલ કરવાનો છે. તેમને કહો કે અમારે જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, વીજળી કનેક્શન, પાણીનું કનેક્શન કે અન્ય કોઈ કામ કરાવવાનું છે. તમારે જે પણ કામ કરાવવાનું હોય તે નંબર પર ફોન કરો. ત્યાંથી અવાજ આવશે કે અમે તમારા ઘરે કેટલા વાગે આવીને તમારૂ કામ કરીએ?
#WATCH | AAP National Convenor and Delhi CM Arvind Kejriwal at a public meeting in Punjab's Patiala
— ANI (@ANI) October 2, 2023
"The doorstep delivery of government services will soon start in Punjab..." pic.twitter.com/0G2zAaQGFc
તમારે ઓફિસ જવાની જરૂર નથી. સરકારી અધિકારીઓ તમારું કામ કરાવવા તમારા ઘરે આવશે. તમારે કોઈ બ્રોકર પાસે જવાની જરૂર નથી. અત્યાર સુધી આ સુવિધા માત્ર દિલ્હીમાં ઉપલબ્ધ હતી, હવે તેને પંજાબમાં પણ લાગુ કરવામાં આવશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત કૉલ કરો અને તેમને તમારું સરનામું અને ફોન નંબર જણાવો. સરકારી અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમારું કામ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
