પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યુ
પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરવાનુ નામ નથી લઈ રહ્યું. ભારતીય સેનાએ ફરીથી એક વાર ભારતીય સીમાની અંદર ઘૂસેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. બુધવારે બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યુ હતુ. આ દરમિયાન એક પાકિસ્તાની ડ્રોને ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ઘટના ભૈની રાજપુતાના ગામની છે.

બીએસએફ પંજાબ ફ્રંટિયરે ગુરુવારે જણાવ્યુ કે સીમા સુરક્ષા બળે પંજાબના અમૃતસર જિલ્લામાં એક ડ્રોનને તોડી પાડ્યુ છે, જેણે ભારતીય હવાઈ ક્ષેત્રનુ ઉલ્લંઘન કર્યુ હતુ. 7 જૂન, 2023ના રોજ લગભગ 0910 વાગે બીએસએફની તૈનાત ટૂકડીઓએ ભૈની રાજપૂતાના ગામ પાસે એક શંકાસ્પદ ડ્રોનનો હળવો અવાજ સાંભળ્યો. ત્યારબાદ જવાનોએ તરત જ ડ્રોનને રોકવા માટે પ્રતિક્રિયા આપી.
બીએસએફના જણાવ્યા મુજબ ડ્રોન મૉડલ ડીજેઆઈ મેટ્રિસ 300 આરટીકે સીરિઝનુ ક્વૉડકૉપ્ટર છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાની ડ્રોનને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધવામાં આવ્યો છે. આ પહેલા 5 જૂને અટારી-વાઘા બોર્ડર પર BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.
આ ડ્રોનમાં 3.2 કિલો હેરોઈન પણ હતું. સુરક્ષા દળોએ 3 જૂનના રોજ પણ પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક, પાકિસ્તાની ડ્રોન દ્વારા કથિત રીતે એરડ્રોપ કરાયેલ 5 કિલોગ્રામથી વધુ હેરોઈન જપ્ત કર્યું હતું. તે પહેલા BSFએ ગયા મહિને પંજાબના અમૃતસર સેક્ટરમાં ભારતીય એરસ્પેસનું ઉલ્લંઘન કરનાર પાકિસ્તાની ડ્રોનને અટકાવીને તોડી પાડ્યું હતું.
𝐏𝐚𝐤𝐢𝐬𝐭𝐚𝐧𝐢 𝐝𝐫𝐨𝐧𝐞𝐬 𝐠𝐨𝐢𝐧𝐠 𝐝𝐨𝐰𝐧 𝐟𝐚𝐬𝐭𝐞𝐫 𝐭𝐡𝐚𝐧 𝐭𝐡𝐞𝐢𝐫 𝐜𝐫𝐞𝐝𝐢𝐛𝐢𝐥𝐢𝐭𝐲.
— BSF PUNJAB FRONTIER (@BSF_Punjab) June 8, 2023
In a joint search operation, @BSF_Punjab & @Punjabpoliceind have recovered #Pakistani drone that violated Indian airspace near Village Bhaini Rajputana, #Amritsar@ANI pic.twitter.com/FOHqgsbZKy
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
