Punjab News: તાડપત્રી ખરીદી કેસની તપાસ થશે, CM માને આપ્યા આદેશ
Punjab News: પંજાબની ચર્ચાસ્પદ અનાજ વ્યવસ્થાપન માટે રૂપિયા 107 કરોડની તાડપત્રીની ખરીદી વિવાદમાં આવી છે. મોંઘા ભાવે તાડપત્રી ખરીદવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ તેના ટેન્ડર્સ અટકાવી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાની વિગતો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સુધી પહોંચી હતી. જે બાદ તેમણે અનાજ વ્યવસ્થાપન માટે કરોડો રૂપિયાની તાડપત્રી ખરીદવાની પ્રક્રિયા અટકાવી દીધી હતી અને તપાસના આદેશ જાહેર કર્યા હતા.

કેટલાય મહિનાઓથી પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા તાડપત્રી ખરીદવા માટેના ટેન્ડરને લઈને આંતરિક ધમાલ ચાલી રહી છે, જેના કારણે અન્ન
અને પુરવઠા વિભાગના ઘણા ડિરેક્ટર્સની પણ બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી માને આ મામલે ખાદ્ય અને પુરવઠા વિભાગના સચિવ
ગુરકીરત કિરપાલ સિંહને જવાબદારી સોંપી છે.
સંબંધિત વિભાગના ડિરેક્ટર પુનિત ગોયલે પંજાબ સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન, PUNSUP અને માર્કફેડને એક પરિપત્ર જાહેર કરીને
તાડપત્રી ખરીદવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર્સ પર કોઈ પગલાં ન લેવા જણાવ્યું છે.
પંજાબ સરકાર દ્વારા ડિસેમ્બર 2022માં એક પત્ર જાહેર કરીને કહ્યું હતું કે, નવી તાડપત્રી ખરીદવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાદ્ય અને પુરવઠા વિભાગ દ્વારા તાડપત્રીની ખરીદી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં તાડપત્રીની કિંમત ઉત્પાદનના બજાર ભાવ કરતા લગભગ બમણી હતી. પંજાબ સરકાર દ્વારા 107 કરોડ રૂપિયાની તાડપત્રી ખરીદવાની યોજના હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
