Punjab News : SC વિદ્યાર્થીઓ માટે પંજાબ સરકારની નવી પહેલ, ફાળવ્યા 25 કરોડ રૂપિયા
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
પંજાબમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પંજાબ સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે પંજાબ સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 હેઠળ 25 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં સામાજિક ન્યાય સશક્તિકરણ અને લઘુમતી મંત્રી ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત પુસ્તકોની સપ્લાયની યોજના હેઠળ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે માટે આ રકમ બહાર પાડવામાં આવી છે. આ સાથે ત્રિમાસિક પ્રતિબંધોમાંથી મુક્તિ આપીને આ રકમ એક જ વારમાં ખર્ચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
ડૉ. બલજીત કૌરે જણાવ્યું હતું કે, મફત પાઠ્ય પુસ્તકોની સપ્લાયની યોજનાનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, SC વિદ્યાર્થીઓને નાણાકીય બોજ વિના શૈક્ષણિક સંસાધનો મળી રહે.
ડૉ બલજીત કૌરે જણાવ્યું હતું કે, પંજાબ સરકારનું આ પગલું વિદ્યાર્થીઓના સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેબિનેટ મંત્રી ડૉ બલજીત કૌરે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, SC વિદ્યાર્થીઓના વિકાસને લગતી યોજનાઓ વિલંબ કર્યા વગર અમલમાં મૂકવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
