Punjab News : પૂરના પ્રકોપ વચ્ચે CM માન બોલ્યા - લોકોને મદદ પહોંચાડવાની અમારી પ્રાથમિકતા
Punjab News : જ્યારથી પંજાબમાં CM ભગવંત માનના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકો માટે માન સરકાર સતત કાર્યરત રહે છે. હાલ પંજાબમાં પૂરનો પ્રકોપ છે. આ વચ્ચે સરકાર સતત લોકો માટે કામ કરી તેમની સાથે ખડેપગે ઉભી છે.
પંજાબના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માનનું રાહત નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, પંજાબમાં પાણીની સ્થિતિના ક્ષણ-ક્ષણના અહેવાલોના આધારે વહીવટીતંત્રને અપડેટ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સહાય પૂરી પાડવાની અમારી પ્રાથમિકતા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, તમામ ડેમ સુરક્ષિત છે અને ખતરાના નિશાનથી નીચે છે. એવી આશા છે કે, આજે સાંજ સુધીમાં પંજાબમાં સ્થિતિમાં ઘણો સુધારો થશે. કોઈપણ પ્રકારના નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર લોકોની પડખે ઊભી રહેશે.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને રાજ્યભરમાં મુશળધાર વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનના દરેક પૈસા વળતર આપવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ દરેક ક્ષણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને રાજ્યભરમાંથી નિયમિત રિપોર્ટ લઈ રહ્યા છે.
CM ભગવંત માને જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા કરવી રાજ્ય સરકારની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે, મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ નીચાણવાળા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જેથી આ વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
