Punjab News: PM મોદીની સુરક્ષામાં ચૂક બાદ પંજાબ સરકારની મોટી કાર્યવાહી, SP સસ્પેન્ડ
Punjab News: પંજાબની ભગવંત માન સરકાર દ્વારા ગયા વર્ષે વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિરોઝપુરના તત્કાલિન એસપી (ઓપરેશન્સ) ગુરબિંદર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ડીજીપી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાદ પંજાબ સરકારે આ મામલામાં કાર્યવાહી કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન SPએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી ન હતી. પંજાબ ડીજીપી ઓફિસ તરફથી આ રિપોર્ટ 18 ઓક્ટોબરના રોજ સરકારને સુપરત કરવામાં આવ્યો હતો.

નોંધનીય બાબત છે કે, વડાપ્રધાન મોદીએ પ્રવાસ અધવચ્ચે જ છોડવો પડ્યો - PM નરેન્દ્ર મોદી ગયા વર્ષે 5 જાન્યુઆરી, 2022ના રોજ રોડ માર્ગે ભટિંડાથી ફિરોઝપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ રસ્તામાં ટ્રેક્ટર પાર્ક કરીને હાઇવે બંધ કરી દીધો હતો. જેના કારણે વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરના પ્યારે આના ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ રોકાયો હતો. ફ્લાયઓવર પર ટ્રાફિક જામના કારણે લાંબા સમય સુધી રસ્તો ખુલ્લો થઈ શક્યો ન હતો અને વડાપ્રધાનનો કાફલો પરત ફર્યો હતો.
પંજાબ ડીજીપીના રિપોર્ટ પર કાર્યવાહી - પ્યારે આના ફ્લાયઓવર પર જામને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ખામી માનવામાં આવી હતી. આ મામલે પંજાબના ડીજીપી દ્વારા 18 ઓક્ટોબર, 2023ના રોજ એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એસપીએ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી. આ અંગે મોટી કાર્યવાહી કરતા પંજાબ સરકારે ફિરોઝપુરના તત્કાલિન એસપી (ઓપરેશન) ગુરબિંદર સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.
પંજાબના ગૃહ વિભાગે આદેશ જાહેર કર્યો છે - પંજાબના ગૃહ અને ન્યાય વિભાગના સચિવ ગુરકીરત કૃપાલ સિંહે ફિરોઝપુરના તત્કાલિન એસપીને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, એસપી ગુરબિન્દર સિંઘ ડીજીપી હેડ ઓફિસ, ચંદીગઢ ખાતે ફરજ બજાવશે. તેઓ પરવાનગી વગર હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના રિપોર્ટમાં પંજાબના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી અને ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને વડાપ્રધાનની સુરક્ષાની ઉપેક્ષા કરવાના મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. સમિતિએ આઠ મહિના પહેલા ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટ અને સરકારને આ રિપોર્ટ સોંપ્યો હતો.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ










Click it and Unblock the Notifications
