Punjab News : પંચાયતી ચૂંટણીને લઈને CM માને કર્યો મોટો નિર્ણય, સમરસ ગામને આપશે 5 લાખ રૂપિયા
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંચાયત ચૂંટણીને લઈને મોટો નિર્ણય લીધો છે. તેમણે ગામના વિકાસ માટે નવા આદેશો જાહેર કર્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને એક ટ્વિટમાં લખ્યું હતું કે, આજે મેં ગામડાઓને વિકાસ તરફ લઈ જવાનો આદેશ આપ્યો છે. જેમ કે મેં કહ્યું કે, જે ગામો સર્વસંમતિથી ગ્રામ પંચાયત અને સરપંચની ચૂંટણી કરશે, તે પંચાયતને મુખ્યમંત્રી ગ્રામ એકતા સન્માન આપવામાં આવશે. જે 5 લાખ રૂપિયા તરીકે રિલીઝ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે, વધુને વધુ ગામો અમારા નિર્ણયનો અમલ કરશે અને કોઈપણ રાજકીય પક્ષને બદલે ગામના સરપંચ ચૂંટીને ગામડાઓને વિકાસ તરફ દોરી જશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી માને અગાઉ એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જણાવ્યું હતું કે, આ વખતે ગામમાં પંચાયતી ચૂંટણી સર્વસંમતિથી થવી જોઈએ. સરપંચ ગામનો હોવો જોઈએ કોઈ પક્ષનો નહીં. જેના કારણે સી.એમ. માનએ નવા આદેશો જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
