Punjab News : SGPC અને અકાલી નેતાઓની બેઠક પર CM માને કર્યા આકરા પ્રહાર
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ અને અકાલી દળના નેતાઓ વચ્ચેની બેઠક અંગે મજાક ઉડાવી હતી. સીએમ માને ટ્વીટ કર્યું હતું કે, SGPC યોજાનારી બેઠક માટે પ્રધાન સાહેબ ચંદીગઢમાં અકાલી દળના મુખ્યાલય પહોંચ્યા છે.
આ દરમિયાન મલુકા, ચંદુમાજરા, ભૂંડર, ચીમા અને ગાબડિયા ત્યાં હાજર છે અને બંધ રૂમમાં બેઠક ચાલી રહી છે. બાદલ પરિવાર દ્વારા લખાયેલ નિર્ણય આજે જ લેવામાં આવશે, શ્રી પ્રધાન કાલે ફક્ત તે વાંચવામાં આવશે.

અત્રે નોંધનીય બાબત છે કે, પંજાબ સરકારે ગુરુદ્વારા શીખ કાયદામાં સુધારો કર્યા બાદ, પંજાબ સરકાર અને SGPC વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે.
આ દરમિયાન શિરોમણી સમિતિએ આવતીકાલે 26 જૂનના રોજ સામાન્ય સભા બોલાવી છે અને આ બેઠક પહેલા શિરોમણી સમિતિના પ્રમુખે અકાલી નેતાઓ સાથે બેઠક યોજી હતી. સામાન્ય સભામાં આકરા નિર્ણયો લેવામાં આવી શકે છે, તેમ જણાવવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
