Punjab News : અકસ્માતોમાં થશે ઘટાડો, CM માને આપ્યા રોડ સેફ્ટી ફોર્સને હાઈટેક નવા વાહનો
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારના રોજ જિલ્લામાં રોડ સેફ્ટી ફોર્સ માટે પંજાબ પોલીસને હાઇટેક નવા વાહનો પ્રદાન કર્યા છે. આ અગાઉ ખુદ મુખ્યમંત્રી માને આ વાહનોનું નિરીક્ષણ કર્યું હતું.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં દરરોજ સરેરાશ 14 મોત થઈ રહ્યા છે. પંજાબ પોલીસ પર પહેલેથી જ વધુ બોજ છે, તેથી માર્ગ અકસ્માતોનો સામનો કરવા માટે રોડ સેફ્ટી ફોર્સની રચના કરવામાં આવી છે.

આ દળને 129 હાઇટેક વાહનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક એમ્બ્યુલન્સ અને રિકવરી વાન પણ આ વાહનોની સાથે રહેશે.
મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, અમારો લક્ષ્ય માર્ગ અકસ્માતો દરમિયાન થતા મૃત્યુને ઘટાડવાનો છે. આ વાહનો માટે 1500 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ ફોર્સ દિવસ-રાત કામ કરશે અને કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવશે. તેમણે લોકોને અપીલ પણ કરી હતી કે, જો કોઈ વ્યક્તિ રોડ પર અકસ્માતનો શિકાર બને, તો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે જેથી તેનો જીવ બચી શકે. આ પહેલા ભગવંત માને અકસ્માતમાં ઘવાયેલાને મદદ કરનાર અને હોસ્પિલ પહોંચાડનારા લોકોને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
