Punjab News: છત્તીસગઢની મુલાકાત લેશે CM ભગવંત માન, AAP ઉમેદવારો માટે કરશે પ્રચાર
Punjab News: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકોનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે.
આ ઉપક્રમે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 29 અને 30 ઓક્ટોબરના રોજ છત્તીસગઢની મુલાકાતે છે. ભગવંત માન કવર્ધા, બિલાસપુર અને કાંકેરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરશે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કવર્ધાના ઉમેદવાર રાજા ખડગરાજ સિંહ અને બિલાસપુરના ઉમેદવાર ઉજ્જવલા કરાડેના સમર્થનમાં પ્રચાર કરશે. આ પછી તેઓ 30 ઓક્ટોબરના રોજ ભાનુપ્રતાપપુર વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ કોમલ હુપેન્ડીના સમર્થનમાં પ્રચાર કરશે. આ સમયગાળા દરમિયાન, ભગવંત માન પંજાબમાં AAP સરકારના વિકાસ કાર્યોની ગણતરી કરશે.
AAP નેતાઓએ જણાવ્યું હતું કે, ભગવંત માનની મુલાકાતને સફળ બનાવવા માટે છત્તીસગઢના પ્રભારી સંજીવ ઝા 26 ઓક્ટોબરના રોજ રાયપુર પહોંચી રહ્યા છે. તેઓ એ તમામ વિસ્તારોની મુલાકાત લેશે, જ્યાં ભગવંત માનનો કાર્યક્રમ નક્કી છે.
પંજબના મુખ્યમંત્રી ભગવંત માનનો આ ચૂંટણી કાર્યક્રમ સફળ થાય તે માટે અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિએ ભગવંત માનના કાર્યક્રમની તૈયારીઓ તેજ કરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
